લગ્ન વિશે પૂછતાં એકતા કપૂરે કહ્યું, મારી લાઇફનું રિમોટ હું કોઈને ન સોંપી શકું

Updated: Jan 22, 2020, 18:04 IST | મુંબઈ

એકતા કપૂરને પૂછવામાં આવ્યુ હતું કે તે લગ્ન ક્યારે કરશે એનો જવાબ આપતા તેણે જણાવ્યું હતું કે તેની લાઇફનું રિમોટ તે કોઈને ના આપી શકે.

એકતા કપૂર
એકતા કપૂર

એકતા કપૂરને પૂછવામાં આવ્યુ હતું કે તે લગ્ન ક્યારે કરશે એનો જવાબ આપતા તેણે જણાવ્યું હતું કે તેની લાઇફનું રિમોટ તે કોઈને ના આપી શકે. એકતા કપૂર તેની આગામી વેબ-સિરીઝ ‘ફિતરત’ની પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી હતી. આ વેબ-સિરીઝ ૧૮ ઑક્ટોબરથી ALT Balaji અને ZEE5 પર શરૂ થવાની છે. એ દરમ્યાન એકતાને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યારે લગ્ન કરીને ઠરીઠામ થવાની છે? એનો જવાબ આપતા એકતા કપૂરે કહ્યું હતું કે ‘આજ સુધી લોકો મને એક જ સવાલ કરે છે કે તે લાઇફમાં ક્યારે સેટલ થવાની છે? જોકે મને હજી સુધી એ જાણ નથી થઈ કે લાઇફમાં સેટલ થવા માટે મારે હજુ કેટલુ મેળવવુ પડશે. મારા મતે સમાજમાં એવી ધારણાં બંધાઈ ગઈ છે કે મહિલાઓને યોગ્ય વ્યક્તિ પસંદ કરીને સેટલ થવુ જોઈએ. જોકે મને પણ અનેકવાર એવુ કહેવામાં આવે છે કે આ કરીઅર તારુ યોગ્ય છે, પરંતુ તને તારી ખુશી માટે લગ્ન કરવા જોઈએ. મારું એવું માનવુ છે કે હું હાલમાં હૅપી સ્પેસમાં જ છું, કારણ કે તમારી ખુશી કોઈ બીજા વ્યક્તિ પર નિર્ભર ના રહેવી જોઈએ.

આ પણ વાંચો : અજય દેવગનની નેટફ્લિકસ પર એન્ટ્રી ત્રિભંગામાં દેખાશે કાજોલ

મારી ખુશી હું પોતે જ નક્કી કરીશ. મારે કોઈ વસ્તુ જોઈતી હોય તો એના માટે હું મહેનત કરીશ નહીં કે અન્ય કોઈ વ્યક્તિ. મારી લાઇફનું રિમોટ હું કોઈ અન્ય વ્યક્તિનાં હાથમાં સોંપવા નથી માગતી. હવે સમય પાકી ગયો છે કે આપણે આપણી છોકરીઓને કહીએ કે કોઈ તમારા માટે સોનાની ખરીદી નહીં કરે કેમ કે સોનુ તો તમારી અંદર જ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK