એક વર્ષની અઢી કરોડ રૂપિયા સૅલેરી પોતાના કર્મચારીઓ માટે જતી કરી એકતા કપૂરે

Published: Apr 05, 2020, 13:06 IST | Agencies | Mumbai

એકતા કપૂરે પોતાના બાલાજી ટેલિફિલ્મ્સના કર્મચારીઓ માટે તેની એક વર્ષની સૅલેરી જતી કરી છે.

એકતા કપૂર
એકતા કપૂર

એકતા કપૂરે પોતાના બાલાજી ટેલિફિલ્મ્સના કર્મચારીઓ માટે તેની એક વર્ષની સૅલેરી જતી કરી છે. લૉકડાઉનની આ સ્થિતિમાં તેના કર્મચારીઓને કોઈ તકલીફ ન પડે એ માટે તેણે આ નિર્ણય લીધો છે. એ સંદર્ભની માહિતી ટ્વિટર પર આપતાં એકતાએ ટ્વીટ કર્યું હતું, ‘કોરોનાનું સંકટ બહોળા પ્રમાણમાં લોકો પર અસર કરી રહ્યું છે. એ ભયાવહ અને આકરું છે. આપણી આસપાસના લોકો માટે અને દેશ માટે આપણે મદદ કરવી જોઈએ. મારી પહેલી અને અગત્યની જવાબદારી એ છે કે હું બાલાજી ટેલિફિલ્મ્સના વિવિધ ફ્રીલાન્સર્સ અને ડેઇલી વેજિસ વર્કર્સનું વર્તમાન સ્થિતિને જોતાં શૂટિંગ ન થવાને કારણે જે ભારે નુકસાન થયું છે તેમની કાળજી લઉં. આ લૉકડાઉનનું અનિશ્ચિત સમય માટે પાલન કરવાનું છે. આ જ કારણ છે કે બાલાજી ટેલિફિલ્મ્સમાં મારી એક વર્ષની સૅલેરી જે અઢી કરોડ રૂપિયા થાય છે એ મેં જતી કરવાનો નિર્ણય લીધો છે. મારા કો-વર્કર્સને સંકટની આ ઘડીમાં અને લૉકડાઉનની આ સ્થિતિમાં વેઠવાનો વારો ન આવે એ માટે મેં આ નિર્ણય લીધો છે. એક જ ઉપાય છે કે સૌ સાથે આવે. સલામત રહો, હેલ્ધી રહો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK