એકતા કપૂરે બાલાજીનું તમામ પ્રોડક્શન કામ બંધ કર્યું

Published: Mar 18, 2020, 16:19 IST | Agencies | Mumbai

કોરોના વાઇરસને કારણે એકતા કપૂરે તેના પ્રોડક્શન હાઉસનું કામ થોડા સમય માટે બંધ કર્યું છે.

એકતા કપૂર
એકતા કપૂર

કોરોના વાઇરસને કારણે એકતા કપૂરે તેના પ્રોડક્શન હાઉસનું કામ થોડા સમય માટે બંધ કર્યું છે. તેણે બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ, બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડ અને ALTBalajiનું તમામ ઍડ્મિનિસ્ટ્રેટિવ અને પ્રોડક્શનનું કામ હાલપૂરતું બંધ કર્યું છે. એની માહિતી ટ્‍‍વિટર પર આપતાં એકતા કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘અમારા તમામ સ્ટાફ, કાસ્ટ અને ક્રૂની સલામતી અમારા માટે અગત્યની છે. કોરોના વાઇરસને કારણે બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ, બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડ અને ALTBalajiનું તમામ ઍડ્મિનિસ્ટ્રેટિવ અને પ્રોડક્શનનું કામ અન્ય નિર્દેશ મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યું છે. સ્થિતિને શાંત પાડવા અને સલામતી માટે સરકારે આપેલા તમામ દિશાનિર્દેશોનું અમે પાલન કરીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આ બીમારીને ખતમ કરીને પાછા ફરીશું. અમે સૌને સુરક્ષિત રહેવાની વિનંતી કરીએ છીએ અને લોકો જરૂરી તમામ સ્વાસ્થ્ય સંબંધિત સૂચનોનું પાલન કરે.’

આ સાથે જ એકતા કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘બાકીનાની જેમ અમે પણ પહેલી વાર અમારી ઑફિસ બંધ કરી રહ્યા છીએ. અમારી ટીમે તો પૂર, આતંકવાદી હુમલાઓ અને બૅન્કના હૉલિડેઝમાં પણ કામ કર્યું છે. જોકે આ વખતે સ્પિરિટ દેખાડવાનો સમય નથી. અત્યારે તો લોકોની સલામતી અગત્યની છે. મંદિરો, ચર્ચ, ગુરુદ્વારા અને મસ્જિદો પણ બંધ કરવામાં આવ્યાં છે. આપણે સૌએ મળીને માનવતા માટે અને એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ. બાલાજીની ટીમ તમારી કાળજી રાખજો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK