Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એક્તા કપૂર બન્યા માતા, ઘરે આવ્યો નાનો મહેમાન

એક્તા કપૂર બન્યા માતા, ઘરે આવ્યો નાનો મહેમાન

31 January, 2019 11:57 AM IST |

એક્તા કપૂર બન્યા માતા, ઘરે આવ્યો નાનો મહેમાન

એક્તા કપૂર બન્યા માતા

એક્તા કપૂર બન્યા માતા


એક્તા કપૂરના ઘરે હાલ ખુશીનો માહોલ છે. ટીવી ક્વીન એક્તા કપૂરના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. સરોગસી દ્વારા એક્તા કપૂર માં બન્યા છે અને તેમણે પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રસંગે આખું બોલીવુડ તેમને અભિનંદન પાઠવી રહ્યું છે. તુષાર કપૂરની જેમ જ એક્તાએ પણ સરોગસી દ્વારા માં બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ળતી માહિતી મુજબ 27 જાન્યુઆરીએ તેમના ઘરે પુત્ર જન્મ થયો છે. એક્તા કપૂરનો બાળક સંપૂર્ણ રીતે સ્વ્થ છે અને એક્તા ટૂંક સમયમાં તેને પોતાના ઘરે લઈ જશે.

જેવા આ સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા તો એક્તા કપૂરને તેમના ફેન્સ શુભકામના આપી રહ્યા છે. ફિલ્મ અને ટીવીના કલાકારો એક્તા કપૂરને સતત અભિનંદનના મેસેજ કરી રહ્યા છે. એક્તા કપૂરના ભાઈ તુષાર કપૂર પણ સરોગસી દ્વારા પિતા બન્યા હતા. તો કરણ જોહર પણ આ જ રીતે પિતા બની ચૂક્યા છે. કરણને 2 જુડવા બાળકો છે, જેમના નામ યશ અને રુહી છે. તો બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના પુત્ર અબરામનો જન્મ પણ સરોગસી દ્વારા થયો છે.



આ પણ વાંચોઃ ગૂગલે એકતા કપૂરને આપી કંટેન્ટ ક્વિનની ઉપાધિ


એક્તા કપૂરે ટીવી પ્રોડ્યુસર તરીકે કરિયર શરૂ કરી હતી. તેઓ ટીવી ક્વીન તરીકે પણ ઓળખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 11:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK