એક થા ટાઇગરની સીક્વલનું પ્લાનિંગ

Published: 18th August, 2012 06:47 IST

‘એક થા ટાઇગર’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળ્યું હોવાને કારણે એના સર્જકોએ આ લોકપ્રિયતાને વટાવી ખાવા એની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ કર્યું હોય એમ લાગે છે, કારણ કે હાલમાં પ્રોડક્શન-હાઉસ દ્વારા ‘એક થા ટાઇગર’ જેવાં જ બે ટાઇટલ ‘એક હી ટાઇગર’ અને ‘એક રહેગા ટાઇગર’ રજિસ્ટર કરાવવામાં આવ્યાં છે.

ek-tha-tiger-sicvalસલમાનની ‘એક થા ટાઇગર’ને મિક્સ પ્રતિભાવો મળ્યાં છે, પણ સર્જકો ફિલ્મને જે રિસ્પૉન્સ મળ્યો છે એનાથી બહુ ખુશ છે. આ ફિલ્મે પહેલા દિવસે ૩૨.૯૨ કરોડ રૂપિયાની આસપાસ વકરો કર્યો હતો, પણ બીજા દિવસે એમાં પચાસ ટકા જેટલો ઘટાડો થઈ જતાં આ વકરો પંદર કરોડ રૂપિયાની આસપાસ થઈ ગયો હતો. આ મુદ્દે વાત કરતાં નામ ન આપવાની શરતે એક ટ્રેડ-ઍનલિસ્ટ કહે છે કે વીક-એન્ડ આવી રહ્યો હોવાને કારણે આ કલેક્શનમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે,, પણ હાલમાં તો આ ફિલ્મે ૧૫૦ કરોડ રૂપિયાના માર્ક સુધી પહોંચવા માટે બહુ લાંબી મજલ કાપવી પડશે.

‘એક થા ટાઇગર’નું ટ્રેલર રજૂ થયું હતું ત્યારે એના પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના માટે કારણ આપવામાં આવ્યું હતું કે આના કારણે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીની ઇમેજને નુકસાન પહોંચી શકે છે. હવે જાહેરાત કરવામાં આવી છે કે હવે ફિલ્મને પણ પાકિસ્તાનમાં રિલીઝ માટે મંજૂરી નહીં મળે. આ મુદ્દે વાત કરતાં યશરાજ ફિલ્મ્સના પ્રવક્તા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફિલ્મને જોયા બાદ પાકિસ્તાનના સેન્સર ર્બોડે રિલીઝ માટે મંજૂરી નથી આપી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK