Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ફૅક અકાઉન્ટ બનાવીને કોણે વધારી અપરા મેહતાની મુશ્કેલીઓ?જાણો આજના લાઇવમાં

ફૅક અકાઉન્ટ બનાવીને કોણે વધારી અપરા મેહતાની મુશ્કેલીઓ?જાણો આજના લાઇવમાં

07 June, 2020 04:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફૅક અકાઉન્ટ બનાવીને કોણે વધારી અપરા મેહતાની મુશ્કેલીઓ?જાણો આજના લાઇવમાં

અપરા મહેતા

અપરા મહેતા


ગુજરાતી તખ્તાની સાથે સાથે જ હિન્દી સિરિયલો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અને દરેક ગુજરાતીઓનું ગર્વ એટલે અભિનેત્રી અપરા મહેતા. અભિનેત્રી અપરા મહેતા માટે અત્યારે એક બાબત મજગનો દુ:ખાવો બની ગઈ છે અને તે છે ઈન્સ્ટાગ્રામ પર કોઇકે બનાવેલું તેમનું ફૅક અકાઉન્ટ. આ ફૅક અકાઉન્ટ તેમની મુશ્કેલીઓ વધારે છે. ફૅક અકાઉન્ટને ડિલીટ કરાવવા માટે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામને વિનંતી કરી છે અને સાથે જ તેમના ફૅન્સને ફૅક અકાઉન્ટ રિપોર્ટ કરવાનું કહ્યું છે.

ફૅક અકાઉન્ટને ડિલીટ કરાવવા માટે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામને વિનંતી કરી છે અને સાથે જ તેમના ફૅન્સને ફૅક અકાઉન્ટ રીપોર્ટ કરવાનું કહ્યું છે. એટલું જ નહીં પોતાના અકાઉન્ટ પર સ્પષ્ટ પણ કર્યું છે કે કયુ અકાઉન્ટ ફૅક છે અને કયુ રીઅલ. ફૅક અકાઉન્ટ પર અપરા મહેતાના ફોટો જ નહીં પરંતુ ડીપી પણ સેમ ટુ સેમ રાખવામાં આવ્યા છે. જેમાં તેમના નામનો સ્પેલિંગ પણ ખોટો લખ્યો છે.



 
 
 
View this post on Instagram

Fake account diaries. @instagram what is your response to this?

A post shared by Apara Mehta (@aparamehta) onJun 6, 2020 at 10:17pm PDT


આજે સાંજે 6 વાગ્યે અપરા મહેતા ગુજરાતી મિડડે ડૉટ કૉમના ઇન્સ્ટાગ્રામ પેજ પર ફૅન્સ સાથે લાઈવ ચૅટ કરશે. જેમાં તેઓ થિયેટર, ટીવી, ફિલ્મના અનુભવ સિવાય ડાન્સિંગ અને સિંગિગના તેમના શોખ વિષે પણ વાતો કરશે. એટલું જ નહીં અપરા મહેતા સ્ટાઈલ આઈકૉન પણ છે, એટલે તે વિષયે તો વાત કરવી જ રહી.


 
 
 
View this post on Instagram

Finally going live with amazing, ravishing and our favourite @aparamehta! ❤️❤️❤️

A post shared by Mid-Day Gujarati (@middaygujarati) onJun 6, 2020 at 9:06pm PDT

1975માં 15 વર્ષની ઉંમરથી અપરા મહેતાએ ટેલિવિઝન કરિઅરની શરૂઆત કરી હતી. જ્યારે 1981થી નાટકોમાં ઝંપલાવ્યું અને અત્યાર સુધીમાં 150 કરતાં વધુ નાટકોમાં તેમણે કામ કર્યું છે. 'એક મહેલ હો સપનો કા' અને 'ક્યોકી સાસ ભી કભી બહુ થી' દ્વારા તેઓ ઘર ઘરમાં જાણીતા થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK