Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યારે કાચના બોક્સમાં કેદ થઈ 'એક લડકી...'ની સ્ટાર કાસ્ટ !

જ્યારે કાચના બોક્સમાં કેદ થઈ 'એક લડકી...'ની સ્ટાર કાસ્ટ !

02 February, 2019 06:17 PM IST |

જ્યારે કાચના બોક્સમાં કેદ થઈ 'એક લડકી...'ની સ્ટાર કાસ્ટ !

જ્યારે કાચના બોક્સમાં કેદ થઈ 'એક લડકી...'ની સ્ટાર કાસ્ટ !


સોનમ કપૂર અને અનિલ કપૂરની અપકમિંગ ફિલ્મ 'એક લડકી...' પહેલી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. જો કે ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મની સ્ટાર કાસ્ટ કાચના જુદા જુદા બોક્સમાં કેદ થઈ ગઈ ! એક ઈવેન્ટ દરમિયાન અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ, જૂહી ચાવલા અને ડિરેક્ટર શેલી ચોપડા કાચના એક બોક્સમાં કેદ થયેલા જોવા મળ્યા.

anil kapoor and sonam kapoor



કાચના બોક્સમાં કેદ અનિલ કપૂર અને સોનમ કપૂર


આ ઈવેન્ટ આમ તો ફિલ્મના બીજા ટ્રેલર લૉન્ચની હતી. ફિલ્મની રિલીઝના 4 દિવસ પહેલા બીજું ટ્રેલર રિલીઝ કરાયું. આ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દરમિયાન જ ફિલ્મની સ્ટાર કાસ્ટ કાચના એક બોક્સમાં મૂર્તિની જેમ દેખાયા. ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા ખાસ પ્રમોશન માટે આ પ્રકારની એક્ટિવિટ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'એક લડકી...'માં LGBT સમુદાયની લવસ્ટોરી દર્શાવવામાં આવી છે. કલમ 377ની નાબૂદી બાદ પણ આ સમુદાયને હજી સમાજમાં સ્વીકૃતિ નથી મળી રહી. એટલે ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા પ્રતીકાત્મક રીતે એક બોક્સમાંથી બહાર નીકળીને બીજા વિચારો અપનાવવાની થીમ અપનાવામાં આવી હતી.


સોનમ કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ટ્રેલર લોન્ચની જાહેરાત સાથે આ ગ્લાસ બોક્સ આઈડિયાનો ફોટો પોસ્ટ કરતા લખ્યું,' #SetLoveFree with our second trailer. Link in bio @rajkummar_rao @anilskapoor @iamjuhichawla @vinodchoprafilms @FoxStarHindi @saregama_official #EkLadkiKoDekhaTohAisaLaga"

 

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'એક લડકી...'માં પહેલી વખત રિયલ લાઈફના પિતા-પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર રિલ લાઈફમાં પણ આ જ રોલમાં એક સાથે દેખાવાના છે. જેને પગલે ફેન્સમાં બંનેને સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃવૈજ્ઞાનિકમાંથી બની ગયા ડિરેક્ટર, 'એક લડકી...'ના ડિરેક્ટરની અજાણી વાત

ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ફિલ્મ 'એક લડકી...' વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાનીએ પ્રોડ્યુસ કરી છે. શૈલી ચોપરાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ પહેલી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 06:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK