મને એક લડકી કો.. યોગ્ય ફિલ્મ લાગી : સોનમ કપૂર આહુજા

Published: 27th December, 2018 11:26 IST

સોનમ કપૂર આહુજાનું માનવું છે કે તેને પપ્પા અનિલ કપૂર સાથે કામ કરવા માટે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ યોગ્ય ફિલ્મ લાગી હતી

અનિલ કપૂર અને સોનમ કપૂર
અનિલ કપૂર અને સોનમ કપૂર

આ ફિલ્મમાં રિયલ લાઇફ પિતા-પુત્રીની જોડી ઑન-સ્ક્રીન જોવા મળશે. ફિલ્મની ડિરેક્ટર શેલી ચોપડા છે. આ ફિલ્મ વિશે વિસ્તારમાં જણાવતાં સોનમે કહ્યું હતું કે ‘હું ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી કે મારા ડૅડી સાથે હું કામ કરું કે નહીં. અમને અનેક ફિલ્મોની ઑફર્સ મળી હતી. મેં ડિરેક્ટર શેલી ચોપડાને હા કહી હતી, કેમ કે મને એની સ્ટોરી ખૂબ પસંદ પડી હતી. મને લાગ્યું કે મને અને ડૅડીને આ ફિલ્મ કરવી જોઈએ. હું આ ફિલ્મ કરવાને લઈને પણ ખૂબ ઉત્સાહિત હતી. મને ડિરેક્ટર પર પૂરો ભરોસો છે. ફિલ્મને લઈને તેનો દૃષ્ટિકોણ પણ સ્પષ્ટ છે.’

આ ફિલ્મ મળવાથી પોતાની ખુશી વ્યક્ત કરતાં સોનમે કહ્યું હતું કે ‘મેં અન્ય કોઈ પણ ફિલ્મમાં આટલી વાસ્તવિક્તા જોઈ નહોતી. મને લાગે છે કે મારા અને મારા પિતા સિવાય ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ માટે બીજું કોઈ યોગ્ય નથી. અમને એ વાતની ખુશી છે કે ડિરેક્ટરની પહેલી પસંદ અમે બન્યાં છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK