એક ડ્રીમ સિક્વન્સ માટે સાડાઆઠ કલાકનો મેકઅપ

Published: 20th November, 2020 20:12 IST | Rashmin Shah | Mumbai

કુરબાન હુઆની ચાહતના પપ્પાને શોધવાની પ્રક્રિયામાં નીલને એવું સપનું આવે છે કે હવે એ પણ વૃદ્ધ થઈ ગઈ છે, એ વાતને તાદૃશ કરવાનું કામ બહુ અઘરું હતું

એક ડ્રીમ સિક્વન્સ માટે સાડાઆઠ કલાકનો મેકઅપ
એક ડ્રીમ સિક્વન્સ માટે સાડાઆઠ કલાકનો મેકઅપ

ઝીટીવીના સુપરહિટ શો ‘કુરબાન હુઆ’ના એક દૃશ્ય માટે નીલ અને ચાહતે બુઢ્ઢા બનવાનું હતું અને એ એક સીને બન્ને ઍક્ટરોની હાલત બહુ ખરાબ કરી. ખાસ કરીને ચાહતની હાલત સૌથી ખરાબ થઈ. બન્યું એમાં એવું કે ચાહતે એટલે કે પ્રતિભા રત્નાએ પોતાની અત્યારની જે ઉંમર છે એના કરતાં તેણે ટ્રિપલ ઉંમરનું દેખાવાનું હતું. આ દેખાવ માટે પ્રતિભાએ પોતાનો લુક છોડીને એવો મેકઅપ કરવાનો હતો જેમાં એ બધા દૃષ્‍ટિકોણથી વૃદ્ધ દેખાય. 

બુઢ્ઢી દેખાવાના આ મેકઅપ માટે પ્રતિભાને લગભગ સાડાઆઠ કલાક મેકઅપ કરવો પડ્યો, તો સાથોસાથ કપડાં પણ એ મુજબનાં પહેરવાં પડ્યાં જેમાં એ જાડી પણ દેખાય. પ્રતિભા કહે છે, ‘બીજી કોઈ વાતની તકલીફ નહોતી, બસ, ગરમી બહુ લાગતી એટલે જેવા શૉટ પતે કે તરત જ હું એસી અને ફૅન પાસે આવી જતી હતી.’
નીલ અને ચાહત પ્રતિભાના પપ્પાને શોધવા નીકળ્યાં છે, જેમાં એ લોકો એક વૃદ્ધાશ્રમમાં જાય છે. આ વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને જોઈને નીલને સપનું આવે છે કે તે અને પ્રતિભા પણ બુઢ્ઢા થઈ ગયાં છે. આ એક સપના માટે આટલી કડાકૂટ કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK