જર્સીના શૂટિંગ દરમ્યાન હોઠ પર બોલ વાગતાં ટાંકા આવ્યા શાહિદને
શાહિદ કપૂરને ‘જર્સી’ના શૂટિંગ દરમ્યાન ઇજા થતાં એ અટકાવી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના શૂટિંગ પહેલાં શાહિદ રિહર્સલ દરમ્યાન ખૂબ જ સારી રીતે બૅટિંગ કરી રહ્યો હતો. જોકે શૂટિંગ દરમ્યાન બોલ અચાનક બાઉન્સ થતાં તેના નીચલા હોઠ પર વાગ્યો હતો. તેનો હોઠ તરત સોજી ગયો હતો અને લોહી પણ નીકળવા લાગ્યું હતું. તેને તરત ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો અને સ્ટીચીઝ પણ આવ્યાં છે. હોઠ પરનો સોજો જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. ઈજા થઈ હોવાની વાત મળતાં જ મીરા રાજપૂત પણ ચંડીગઢ પહોંચી ગઈ હતી.