ભૂષણકુમાર અને અક્ષયકુમારની હીરો બની ભૂમિ પેડણેકર

Published: Dec 01, 2019, 12:10 IST | New Delhi

અક્ષયકુમાર તેની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ની કો-સ્ટાર ભૂમિ પેડણેકરની ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યો છે.

અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર
અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર

અક્ષયકુમાર તેની ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ની કો-સ્ટાર ભૂમિ પેડણેકરની ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યો છે. આ એક સ્કેરી-થ્રિલર ફિલ્મ ‘દુર્ગાવતી’ છે જેને તે ભૂષણકુમાર સાથે મળીને પ્રેઝન્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભૂમિને હિરોઇન તરીકે નહીં, પરંતુ હીરો તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે અને એમાં તે ટાઇટલ રોલમાં જોવા મળશે. અક્ષયકુમાર અને ભૂષણકુમાર ફરી સાથે કામ કરી રહ્યાં છે એ એક ખરેખર ગૂડન્યુઝ છે. ગુલશનકુમારની ‘મોઘલ’ને અક્ષયકુમારે સાઇન કરી હતી. જોકે તેણે ફિલ્મ છોડતા અક્ષય અને ભૂષણ વચ્ચે ખટાશ આવી ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર જી. અશોક દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.

આ પણ વાંચો : પ્રિયંકા રેડ્ડીને જલદી ન્યાય મળે એ માટે આગળ આવ્યું બૉલીવુડ

પ્રોડ્યુસર, ડિરેક્ટર, પ્રેઝન્ટર અને હીરો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘હું ખૂબ જ ઉત્સાહિત છું એ જણાવવા માટે કે ભૂમિ પેડણેકર ‘દુર્ગાવતી’નાં રોલમાં જોવા મળવાની છે. આ સ્કૅરી-થ્રિલરનાં શૂટિંગની શરૂઆત અમે જાન્યુઆરીની મધ્યમા કરવાનાં છીએ. કૅપ ઑફ ગુડ ફિલ્મ્સ અને ભુષણ કુમાર એનાં પ્રેઝેન્ટર છે. વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસર અને અશોક ડિરેક્ટર છે. તમારા પ્રેમ અને લકની જરૂર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK