ડ્રગ્સ કેસ: સંજય રાઉતે કહ્યું, બૉલીવુડને ખતમ કરવા NCB કાવતરું કરે છે

Published: Sep 25, 2020, 20:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શિવસેનાના નેતાએ બૉલીવુડ પર ફરી સાધ્યુ નિશાન અને NCBની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસ તરફથી બૉલીવુડમાં ડ્રગ્સની તપાસ તરફ વળેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની કાર્યવાગહી પર શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, બૉલીવુડને ખતમ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: SSR કેસ: અભિનેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો વકીલનો દાવો

સંજય રાઉતે કહ્યું હતું કે, NCBનું કામ દેશની બહારથી આવતી દવાઓના મોટા જથ્થા પકડવાનું છે અને તેના મૂળ સુધી પહોંચીને સમાપ્ત કરવું છે. પછી ભલે માલ હવાઇ માર્ગે આવે છે અથવા કોઈ અન્ય રીતે. પરંતુ અત્યારે એનસીબી શું કરે છે? ઉદ્યોગનો અંત લાવવાનું કાવતરું ચાલુ છે. કઈ ફિલ્ડમાં નશો નથી હોતો. કેટલાકને પૈસાનો નશો હોય છે તો કેટલાક અન્ય વસ્તુઓનું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારે NCB દરેક માણસોની પૂછપરછ કરી રહી છે. એવું લાગે છે કે આજકાલ બૉલીવુડમાં કોઈ ફિલ્મ બની નથી, કોઈ મ્યુઝિક તૈયાર કરવામાં આવી રહ્યું છે, કોઈ સ્ક્રિપ્ટ નથી લખવામાં આવી રહી, બધા ફક્ત ડ્રગ્સ લે છે. આ રીતે, ઉદ્યોગને બદનામ કરવા અને નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણની મેનેજરે અભિનેત્રી માટે ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સ્વીકાર્યું

તમને જણાવી દઈએ કે, સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે, સુશાંત કેસમાં સીબીઆઇના હાથે કાઇ લાગ્યું નહીં, માટે એનસીબીએ તપાસ શરૂ કરી હતી. સુશાંતના મામલામાં તપાસ ક્યાં સુધી પહોંચી તે હજી સુધી ખબર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK