સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટાને નોટિસ?

Published: 21st September, 2020 17:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

NCBનો દાવો છે કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ આ ચારેયનાં નામ લીધાં હતાં

સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટા
સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાટા

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આ અઠવાડિયે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાટા તથા રકુલ પ્રીત સિંહને નોટિસ મોકલશે. આ ચારેયની NCB પૂછપરછ કરશે. NCBનો દાવો છે કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ આ ચારેયનાં નામ લીધાં હતાં.

IANS અહેવાલ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ સિમોન, રકુલ તથા સારા અલી ખાનનાં નામ લીધાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના એક જિમમાં રકુલ, સારા તથા રિયા જતાં હતાં અને અહીં તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. NCBને અહીંથી જ લીડ મળી હતી અને તેમની પાસે નક્કર માહિતી છે. આ સાથે જ રિયાએ શ્રદ્ધા કપૂરનું પણ નામ લીધું હતું. માનવામાં આવે છે કે શ્રદ્ધાને પણ સમન મોકલવામાં આવશે.

રિયાએ પોતાના સ્ટેટમેન્ટમાં સુશાંત તથા સારાની ડ્રગ્સ આદતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'કેદારનાથ' ફિલ્મ બાદ સુશાંતની ડ્રગ્સ લેવાની માત્રા વધી ગઈ હતી. સુશાંત 'કેદારનાથ' પહેલાં જ ડ્રગ્સ લેતો હતો. એવું નથી કે 'કેદારનાથ' વખતે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. પહેલાં તે બહુ જ લિમિટેડ માત્રામાં લેતો હતો. સુશાંત મુંબઈમાં આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેનું સર્કલ સુપર પાર્ટી કલ્ચરવાળું બન્યું હતું અને અહીં ડ્રગ્સનું ચલણ હતું, પરંતુ સુશાંત એડિક્ટેડ નહોતો.

હાલમાં જ ડ્રગ પેડલર રાહિલ વિશ્રામને NCBએ પકડ્યો હતો અને હવે તેની ગેંગને શોધવામાં આવી રહી છે. હવે NCB મોટાં નામોને સમન મોકલીને પૂછપરછ કરશે અને બોલિવૂડના કનેક્શનનો ખુલાસો કરશે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. NCB આ કેસની તપાસ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK