Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > Dream Girl Review: સેલેબ્સે કર્યા આયુષ્માનના વખાણ, મળ્યા આટલા સ્ટાર

Dream Girl Review: સેલેબ્સે કર્યા આયુષ્માનના વખાણ, મળ્યા આટલા સ્ટાર

12 September, 2019 04:26 PM IST | મુંબઈ

Dream Girl Review: સેલેબ્સે કર્યા આયુષ્માનના વખાણ, મળ્યા આટલા સ્ટાર

Dream Girl Movie Review

Dream Girl Movie Review


બૉલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ શુક્રવારે મોટા સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર અને ફિલ્મના ગીત રિલીઝ થયા બાદ આયુષ્માન ખુરાનાની એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરીના ઘણા વખાણ થઈ રહ્યા છે. પરંતુ જોવું રહ્યું કે છેલ્લે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે. દર્શક તો રિવ્યૂ પછી આપશે, પરંતુ કેટલાક ક્રિટિક અને સેલેબ્સે ફિલ્મનો રિવ્યૂ આપ્યો છે.




સેલેબ્સના રિવ્યૂની વાત કરીએ તો એમને ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂરને લૉન્ચ કરનારા શશાંક ખૈતાને ડ્રીમ ગર્લને ફની અને સ્વીટ ફિલ્મ બતાવી છે. સાથે જ આયુષ્માન ખુરાનાની એક્ટિંગ અને ફિલ્મના ડાયલૉગના ઘણા વખાણ કર્યા છે. એ સિવાય કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પણ દિલ જીતી લેનારી ફિલ્મ ગણાવી છે અને આયુષ્માનના વખાણ કર્યા છે.


સાથે જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ફિલ્મ રિવ્યૂ કરતા એના વખાણ કર્યા અને ફિલ્મને 4 સ્ટાર આપ્યા છે. એમણે ટ્વિટ કરીને લખ્યું છે- આયુષ્માન ખુરાનાએ પોતાની ડ્રીમ સતત રાખી.. હંસીની મૂવમેન્ટ સાથે ફૂલ-એન્ટરટેનર.. મજાકીયા લાઈનવાળી ફિલ્મ... આયુષ્માન, અન્નૂ કપૂરનું સારૂ પ્રદર્શન.. રાજ શાંડિલ્યના નિર્દેશને કમાલ કરી દીધી છે.

જણાવી દઈએ કે ફિલ્મ ડ્રીમ ગર્લની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં તાહિરા કશ્યપ, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, રવિ દુબે, ફિલ્મ મેકર દિનેશ વિજન, શશાંક ખૈતાન અને ઘણા સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. જ્યાં આયુષ્માન ખુરાનાના ફેવરમાં બધા એક્ટર્સને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની શકે છે. ટ્રેડ જાણકારોનો અનુમાન છે કે ડ્રીમ ગર્લની ઓપનિંગ સાતથી દસ કરોડ રૂપિયા સુધી થઈ શકે છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનના દીકરાને એકાએક આવવા લાગ્યા લગ્ન માટે માંગા

આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક કૉલ સેન્ટરમાં કામ કરે છે, જ્યાં તેઓ ફીમેલ વૉયસમાં વાત કરે છે. એ સિવાય તેઓ રામ લીલા અને મહાભારતના મંચ પર પણ ફીમેલ રોલ ભજવે છે. ત્યા નુસરત ભરૂચા રાધાના અવતારમાં નજર આવી રહી છે. આ ફિલ્મ એક રોમાન્ટિક કૉમેડી ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 04:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK