પહેલા દિવસે આટલી કમાણી કરી શકે છે Dream Girl...છિછૌરેને આપશે ટક્કર!

Published: Sep 11, 2019, 20:04 IST | મુંબઈ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ રીલિઝ થવા જઈ રહી છે. જેની પહેલા દિવસે આટલી કમાણી થઈ શકે છે.

પહેલા દિવસે આટલી કમાણી કરી શકે છે Dream Girl...છિછૌરેને આપશે ટક્કર!
પહેલા દિવસે આટલી કમાણી કરી શકે છે Dream Girl...છિછૌરેને આપશે ટક્કર!

સર્વશ્રેષ્ઠ અભિનેતાની રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા બાદ આયુષ્માન ખુરાનાની પહેલી ફિલ્મ ડ્રીમ ગર્લ છે, જે સિનેમાઘરમાં પહોંચશે. આટલું મોટું સન્માન મળ્યા બાદ આયુષ્માન તો ત્યાં જ રહેશે, પરંતુ દર્શક એક નવા નજરિયાથી તેને જોશે. જાહેર છે કે, આયુષ્માન પર દબાણ તો હશે જ. આયુષ્માનની ફિલ્મોએ છેલ્લા કેટલાક સમયમાં બૉક્સ ઑફિસ પર જે પ્રદર્શન કર્યું છે, તેને ટ્રેડ અને દર્શકો માટે એક ભરોસો કાયમ કર્યો છે. બંને વિચારે છે કે ફિલ્મ પૈસા વસૂલ હશે.

એવી જ અપેક્ષાઓ અને આશાઓ પર સવાર થઈને આ શુક્રવારે સિનેમાઘરોમાં પહોંચી રહી છે. ડ્રીમ ગર્લના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. રાજ શાંડિલ્ય નિર્દેશિત ફિલ્મમાં આયુષ્માન એક એવા યુવકનો કિરદાર નિભાવી રહ્યા છે, જે કૉલ સેન્ટરમાં કામ કરે છે. પરંતુ હાલતના લીધે તેણે પૂજા નામની યુવતીના અવાજમાં વાત કરવી પડે છે. આયુષ્માનના ટ્રેક રેકોર્ડને જોતા લાગે છે કે ફિલ્મ પૈસા વસૂલ હશે.

આયુષ્માનની પાછલી ફિલ્મોને જોતા ટ્રેડના જાણકારોનું કહેવું છે કે ડ્રીમ ગર્લ 3 થી 5 કરોડનું ઓપનિંગ લઈ શકે છે. ફિલ્મના બજેટને જોતા આ ઓપનિંગ તેને મજબૂત આધાર દેવા માટે પર્યાપ્ત થશે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

ડ્રીમ ગર્લને પહેલા અઠવાડિયામાં છીછૌરે સાથે ટક્કર મળી શકે છે. કારણ કે સુશાંત સિંહની આ ફિલ્મ સારા બિઝનેસની તરફ વધી રહી છે. સાહો ઘણી હદ સુધી કમજોર છે, જે ડ્રીમ ગર્લ માટે ખતરો નહીં બને.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK