Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ayushmann Khurranaએ શૅર કર્યો શર્ટલેસ ફોટો અને લખ્યું...

Ayushmann Khurranaએ શૅર કર્યો શર્ટલેસ ફોટો અને લખ્યું...

17 September, 2019 05:07 PM IST | મુંબઈ

Ayushmann Khurranaએ શૅર કર્યો શર્ટલેસ ફોટો અને લખ્યું...

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


બૉલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના સતત ચર્ચામાં રહે છે. પહેલા સર્વશ્રેષ્ઠ એક્ટર માટે નેશનલ એવૉર્ડની ઘોષણા અને બાદ ફિલ્મ ડ્રીમ ગર્લ બૉક્સ ઑફિસ પર હિટ થવાથી એક્ટર સમાચારમાં બન્યા છે. પરંતુ હવે એની તસવીરોથી લાગી રહ્યું છે કે તે હાલમાં થોડા રિલેક્સ મૂડમાં છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર અપલોડ કરી છે, જેમાં તે સમુદ્ર કિનારે ઉભા છે અને એ તસવીર શર્ટલેસ છે.

એમણે આ તસવીર સાથે સુંદર કેપ્શન પણ લખ્યું છે. એમણે કેપ્શનમાં એક કવિતા લખી છે. આ તસવીરમાં દેખાઈ રહ્યું છે કે તે પેન્ટના ખિસ્સામાં હાથ નાખી ઉભા છે અને શર્ટલેસ થઈને કઈ વિચારી રહ્યા છે. એમણે કેપ્શનમાં લખ્યું છે-



'અજ્ઞાત સે સવાલ કા
અજ્ઞાત સા જવાબ હૈ
અજ્ઞાત સી મેરી નીંદ મેં
અજ્ઞાત સા ઈક ખ્વાબ હૈ
અજ્ઞાત સે મહાસાગર મેં અજ્ઞાત સા હી આબ હૈ
મેરી હૈસિયત કુછ ભી નહીં કોઈ અજ્ઞાત હી લાજવાબ હૈ.
-આયુષ્માન'



જણાવી દઈએ કે એમની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે અને હાલ દર્શકો વચ્ચે ફિલ્મને લઈને ઉત્સુક્તા છે. ફિલ્મને રિલીઝ થઈને 4 દિવસ થયા છે અને ફિલ્મે 50 કરોડથી વધારે બિઝનેસ કરી લીધો છે અને બિઝનેસ વધવાની સંભાવના પણ છે. ફિલ્મને સમીક્ષકો અને દર્શકો તરફથી વખાણ મળી રહ્યા છે.

આ પણ જુઓ : 59 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

'ડ્રીમ ગર્લ'માં આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા સિવાય વિજય રાજ અને અનૂ કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ એક એવા છોકરાનો રોલ ભજવ્યો છે, જે છોકરીની અવાજ પણ કાઢી શકે છે અને તે કોલ સેન્ટરમાં કામ કરે છે અને એનો અવાજ લોકોને દીવાના બનાવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 05:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK