ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દૃષ્ટિ ધામી ‘મોઘલ્સ’થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે

Published: Jul 15, 2020, 20:26 IST | Nirali Dave | Mumbai

નિખિલ અડવાણી મોઘલ્સનામની પિરિયડ-ડ્રામા સિરીઝ બનાવશે, ડિઝની પ્લસ હૉટસ્ટાર પર થશે રિલીઝ

 ‘મધુબાલા - એક ઇશ્ક એક જુનૂન’ સિરિયલથી લોકપ્રિય બનેલી ટીવી-અભિનેત્રી દૃષ્ટિ ધામી ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે. ‘મોઘલ્સ’ નામની પિરિયડ ડ્રામા સિરીઝમાં દૃષ્ટિ ‘ખાનઝાદા બેગમ’ના પાત્રમાં જોવા મળશે. આ સિરીઝને ‘કલ હો ના હો’, ‘પટિયાલા હાઉસ’, ‘બાટલા હાઉસ’ ફેમ ડિરેક્ટર નિખિલ અડવાણી બનાવી રહ્યા છે. તેઓ પોતાના બૅનર એમ્મે એન્ટરટેઇનમેન્ટ હેઠળ આ સિરીઝ પ્રોડ્યુસ કરશે. ‘મોઘલ્સ’નું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થવાનું હતું, પણ લૉકડાઉનને લીધે એ અટકી ગયું. આ સિરીઝ મુગલ સામ્રાજ્ય પર આધારિત હશે અને એને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

દૃષ્ટિ ધામીએ ‘ગીત હુઈ સબસે પરાઈ’, એક થા રાજા એક થી રાની’, ‘પરદેસ મેં હૈ મેરા દિલ’ જેવા જાણીતા ટીવી-શો કર્યા છે તેમ જ ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા 6’ની વિજેતા પણ બની છે. જોકે ‘મોઘલ્સ’માં ખાનઝાદા બેગમના રોલ માટે દૃષ્ટિ ધામી પહેલી પસંદ નહોતી. અગાઉ દિયા મિર્ઝા આ પાત્ર ભજવવાની હતી, પણ તેણે આ શો છોડી દેતાં દૃષ્ટિને તક મળી. આ ઉપરાંત શોમાં બાબરનું પાત્ર રોનિત રૉય ભજવવાનો હતો, પણ હવે કુણાલ કપૂર (‘રંગ દે બસંતી’ ફેમ) એ પાત્ર ભજવશે, તો શબાના આઝમી પણ મહત્ત્વના રોલમાં દેખાવાનાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK