Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે ઓપન થાય છે અપના TIME આયેગાપ્રેમ અને સમર્પણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે

આજે ઓપન થાય છે અપના TIME આયેગાપ્રેમ અને સમર્પણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે

21 July, 2019 09:22 AM IST | મુંબઈ

આજે ઓપન થાય છે અપના TIME આયેગાપ્રેમ અને સમર્પણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે

આજે ઓપન થાય છે અપના TIME આયેગા

આજે ઓપન થાય છે અપના TIME આયેગા


આદિલ ભગત અને ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત બાલીવાલાથિયેટર્સનું નવું નાટક ‘અપના TIME આયેગા’ એક પારિવારિક નાટક છે. નાટકના લેખક વિનોદ સરવૈયા છે તો નાટકનું દિગ્દર્શન વિપુલ મહેતાનું છે. નાટકના મુખ્ય કલાકારોમાં ફિરોઝ ભગત, અપરા મહેતા, વૈશાલી મહેતા, પૃથ્વી પંચોલી, દેવાંશી સોમૈયા અને નિખિલ પરમાર છે. નાટકના મુખ્ય કલાકાર ફિરોઝ ભગત કહે છે, ‘આજના સમયમાં પણ હસબન્ડ-વાઇફ એકબીજા માટે ત્યાગ અને સમર્પણની ભાવના ધરાવતાં હોય એ અહીં દેખાડવામાં આવ્યું છે. નાટકની વાર્તા એકદમ નવા જોનરની છે અને એમાં પારિવારિક સંબંધોને સાચવી રાખવાની રીત પણ શીખવવામાં આવી છે.’
નાટકની વાર્તા અભિમન્યુ મઝુમદાર અને તેની વાઇફ સરિતાની આસપાસ ફરે છે. અભિમન્યુનાં મૅરેજને ઓલમોસ્ટ પચીસ વર્ષ થઈ ગયાં છે અને સરિતા સાથે મસ્તમજાનું જીવન જીવે છે. ઘરમાં દીકરો વેદાંત છે અને મમ્મી દેવકોર પણ છે. નામ ભલે તેમનું દેવકોર રહ્યું પણ તે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનાં એવાં તે શોખીન છે કે વાત જ મૂકી દો.

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ



દેવસ્થાને જવાના સમયે તે આખો દિવસ વૉટ્સઍપ પર વ્યસ્ત રહે છે. બધું સરસ ચાલી રહ્યું છે એ જ દરમ્યાન અભિમન્યુના પપ્પાની વરસી આવે છે. વરસીની વિધિઓ પૂરી થયા પછી અભમિન્યુ સૌકોઈને બેસાડીને એક એવી વાત કહે છે જે આખા ઘરને અને ઘરના સૌકોઈના માટે ધરતીકંપ લાવનારી છે. અભિમન્યુની એ વાત હકીકતે તો અભિમન્યુએ કરેલી એક બહુ મોટી ભૂલ છે. શું છે આ ભૂલ અને કેવી રીતે થઈ હતી એ ભૂલ? આ ભૂલની સૌકોઈને ખબર પડ્યા પછી શું થાય છે? નાટકના લીડ સ્ટાર અપરા મહેતા કહે છે, ‘સંબંધોમાં લાગણીઓને જોવાની હોય. જો ભૂલને તમે પકડીને રાખો તો સંબંધો ક્યારેય એની ચરમસીમા પર પહોંચે નહીં. આ વાતને અમે ‘અપના ટાઇમ આયેગા’માં સમજાવવાની કોશિશ કરી છે.’‘અપના ટાઇમ આયેગા’નો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 09:22 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK