શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ લોકોને સલાહ આપતાં જણાવ્યું છે કે સોશ્યલ મીડિયામાં જે કંઈ પણ આવે છે એના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તેણે એક નોટ શૅર કરી છે. એમાં લખ્યું છે કે નોટ ટુ સેલ્ફ : ‘ડિયર મી, તારી જાત પર વધુ કઠોર ન થતી. તું જે કંઈ કરે છે એ બરાબર જ છે.’ આ નોટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી કે ‘અમે વિશ્વ સાથે ક્યારેક જ અમારી સ્ટ્રગલ્સ શૅર કરીએ છીએ.
એથી સોશ્યલ મીડિયામાં તમે જે કંઈ જુઓ છો અથવા તો સાંભળો છો એના પર આંધળો વિશ્વાસ ન કરતા અને એનાથી પ્રભાવિત પણ ન થતા. તમારી જર્ની, તમારી સિદ્ધિ, તમારી સફળતા અન્ય લોકોના જીવન પર કદી પણ અસર નહીં કરે. તમારી જાતની સાથે જ તમારી સ્પર્ધા છે. એથી અન્ય લોકો સાથે તમારી તુલના કરવાને બદલે તમારી જાતને વધુ સરસ બનાવવા માટે દરરોજ મહેનત કરો. તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પણ એ બદલ તમારો આભાર માનશે.’
મોહમ્મદ રફીના ગીત બદન પે સિતારે ગીત પર ખૂબ થનગની શિલ્પા અને શમિતા
15th January, 2021 09:05 ISTYear-Ender2020:સેલેબ્સ જેમણે જાહેર કરી પ્રેગ્નેન્સી અને બન્યા પેરેન્ટ્સ
25th December, 2020 15:11 ISTકોણ બાજી મારશે, શિલ્પા શેટ્ટી કે ગુલ પનાગ?
27th November, 2020 21:13 ISTશિલ્પા શેટ્ટીએ પહેલી વાર બતાવ્યો દીકરી સમીશાનો ચહેરો, જુઓ તસવીર
22nd November, 2020 12:46 IST