શું સારા અલી ખાન સાથે ફરી કામ નહીં કરે સુશાંત સિંહ રાજપૂત?

Published: Sep 08, 2019, 19:12 IST | મુંબઈ ડેસ્ક

સારા, કાર્તિક આર્યન સાથે પોતાના લવ અફેરને લઈને ચર્ચામાં છે તો સુશાંત સિંહને લઈને ચર્ચા છે કે તે રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે સારા અલી ખાન (ફાઇલ ફોટો)
સુશાંત સિંહ રાજપૂત સાથે સારા અલી ખાન (ફાઇલ ફોટો)

સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યો હતો. ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂતની સામે દેખાઈ હતી. દરમિયાન બન્ને વચ્ચે અફેરની પણ ચર્ચાઓ હતી. જો કે બન્નેએ ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં વાત નથી કરી અને એકબીજાને પોતાના મિત્ર જણાવે છે. થોડા સમય પછી બન્નેએ પોતાના રસ્તાઓ જુદા કરી દીધા. ત્યાર બાદ સારા, કાર્તિક આર્યન સાથે પોતાના લવ અફેરને લઈને ચર્ચામાં છે તો સુશાંત સિંહને લઈને ચર્ચા છે કે તે રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Heroes I look up to and the Ones I detest are just different versions of me in few possible context(s). #सेॢफMusing💫

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) onJul 31, 2019 at 5:02am PDT

હવે કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત, સારા અલી ખાન સાથે કામ પણ કરવા નથી માગતો. તેને સારા સાથે કામ કરવાની એક ઑફર મળી હતી જેની તેણે ના પાડી દીધી. એક રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતને એક બ્રાન્ડની એડ ઑફર કરવામાં આવી હતી. જેમાં તેણે સારા અલી ખાન સાથે કામ કરવાનું હતું, પણ સુશાંત સિંહ રાજપૂતે ના પાડી દીધી. કહેવામાં આવ્યું કે તે હવે સારા અલી ખાન સાથે કામ કરવાના મૂડમાં નથી.

 
 
 
View this post on Instagram

बाज़ीचा-ए-अत्फ़ाल है दुनिया, मेरे आगे होता है शब-ओ-रोज़ तमाशा, मेरे आगे मत पूछ कि क्या हाल है मेरा तेरे पीछे तू देख कि क्या रंग है तेरा, मेरे आगे नफ़रत का गुमाँ गुज़रे है, मैं रश्क से गुज़रा क्योंकर कहूँ, लो नाम न उनका मेरे आगे ईमाँ मुझे रोके है, जो खींचे है मुझे कुफ़्र काबा मेरे पीछे है, कलीसा मेरे आगे आशिक़ हूँ, पे माशूक़-फ़रेबी है मेरा काम मजनूं को बुरा कहती है लैला, मेरे आगे हमपेशा-ओ-हमशरब-ओ-हमराज़ है मेरा 'ग़ालिब' को बुरा क्यों, कहो अच्छा, मेरे आगे

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) onJun 21, 2019 at 12:30am PDT

તાજેતરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન સાથે અફેરને લઈને ચર્ચામાં છે. બન્નેએ હાલમાં જ ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લવ આજ કલ 2નું શૂટિંગ પૂરુ કર્યુ છે. બંને ણીવાર સાથે દેખાયા છે. કેટલાક સમય પહેલા સારાએ બેંગ્કૉકમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે કાર્તિક પણ તેની સાથે હતો. કાર્તિકે તે દરમિયાનની તસવીર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી. બન્નેની આ ફિલ્મ આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

સુશાંત સિંહ રાજપૂતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ છિછોરે 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ. ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં છે. દર્શકોએ ફિલ્મને ખૂબ વખાણી છે, અને તે બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આમાં બન્નેએ કૉલેજ સ્ટુડન્ટની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન દંગલ ફેમ નિતેશ તિવારીએ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK