ટેનિસસ્ટારની લાઇફની અજાણી વાતો એટલે બીઇંગ સેરેના
સેરેના વિલિયમ્સ
ડિસ્કવરી પ્લસ પર રિલીઝ થયેલી ‘બીઇંગ સેરેના’ એ ટેનિસ ચૅમ્પિયન સેરેના વિલિયમ્સની લાઇફ પર આધારિત છે. સેરેના વિલિયમ્સ ગ્રૅન્ડ સ્લૅમ વિનર રહી ચૂકી છે. વિશ્વની ભૂતપૂર્વ નંબર-વન ટેનિસ પ્લેયરના પદ પર રહેલી સેરેના વિલિયમ્સે બ્લૅક હોવાને લીધે કેવી-કેવી હાલાકી ભોગવી હતી એનાથી માંડીને તેની સક્સેસ અને એ સક્સેસ માટેની તેની મહેનત, મધર તરીકેની તેની જવાબદારી અને માઇનૉરિટી માટે તેના દ્વારા થતા કામની વાતોને પાંચ એપિસોડની આ વેબ-ડૉક્યુમેન્ટરીમાં સમાવવામાં આવી છે.
‘બીઇંગ સેરેના’ના પ્રીમિયર શો પછી સેરેના વિલિયમ્સ રડી પડી હતી. સેરેનાએ એ સમયે કહ્યું હતું કે ‘પૂરી પ્રામાણિકતા સાથે હું આ ડૉક્યુમેન્ટરીમાંથી બહાર આવી છું. આ ડૉક્યુમેન્ટરી એ સૌ માટે છે જેઓ વર્કિંગ વુમન છે અને અનેક પ્રશ્નો વચ્ચે પણ પોતાની ફૅમિલી માટે ઝઝૂમી રહી છે.’ ‘બીઇંગ સેરેના’ ડિસ્કવરીના ડિજિટલ પ્લૅટફૉર્મ ડિસ્કવરી પ્લસ પર જોવા મળશે.