આમિર ખાન પાસેથી શું શીખ્યો છે આયુષ્માન?

Published: Jun 25, 2020, 21:16 IST | Harsh Desai | Mumbai

‘શુભ મંગલ સાવધાન’ના શૂટિંગ પહેલાં આયુષ્માન ખુરાનાએ તામિલ ફિલ્મ ‘કલ્યાના સામ્યાલા સાધમ’ નહોતી જોઈ અને એનું કારણ છે આમિર ખાન

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તે આમિર ખાન પાસેથી ઘણું શીખ્યો છે. આયુષ્માન તેની ફિલ્મોના સિલેક્શનને લઈને જાણીતો છે. તે એવી ફિલ્મો કરે છે જેની સોસાયટી પર અસર પડતી હોય. તે તેની ફિલ્મ સાથે સોશ્યલ મેસેજ આપવાનું પસંદ કરે છે. જોકે આમિર ખાન પણ તેની ફિલ્મો સાથે મેસેજ આપે છે. આયુષ્માનને ‘શુભ મંગલ સાવધાન’ દ્વારા ખૂબ જ વાહવાહી મળી હતી. એ તામિલ ફિલ્મ ‘કલ્યાના સામ્યાલા સાધમ’ની રીમેક હતી. ‘શુભ મંગલ સાવધાન’ના શૂટિંગ પહેલાં તેણે આ ઓરિજિનલ ફિલ્મ નહોતી જોઈ અને એનું કારણ છે આમિર ખાન. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં ઓરિજિનલ ફિલ્મ નહોતી જોઈ અને આજ સુધી નથી જોઈ. મને લાગે છે કે સ્ક્રિપ્ટને અનુરૂપ કામ કરવાની એ મારી રીત છે. જો કોઈ મને રીમેકની ઑફર કરે તો હું ઓરિજિનલ ફિલ્મ નથી જોતો, ફક્ત સ્ક્રિપ્ટ વાંચું છું. જો ફિલ્મ જોઉં તો કેટલીક વાર હ્યુમર, ઇમોશન્સ અને ફિલ્મ ને કહાની ટ્રૅક પર નથી રહેતી અને વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે. તેમ જ હું એ પાત્રથી પ્રેરિત થયો તો મારી પોતાની ઍક્ટિંગને લોકો સુધી ન પહોંચાડી શકું. આથી હું સ્ક્રિપ્ટ વાંચું છું અને એના પર જ રીઍક્ટ કરું છું. આ વાત હું આમિર ખાન પાસેથી શીખ્યો છું. હું એમટીવીમાં પ્રેઝન્ટર તરીકે કામ કરતો હતો અને મને યાદ છે કે હું ‘ગજની’ માટે આમિર ખાનનો ઇન્ટરવ્યુ લેતો હતો. મેં તેમને સવાલ કર્યો હતો કે આ ફિલ્મ ઓરિજિનલ કરતાં કેટલી અલગ છે? તેમણે જવાબ આપ્યો હતો કે તેમણે ઓરિજિનલ ફિલ્મ જ નથી જોઈ અને એનાથી હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો હતો. તેમણે કહ્યું હતું કે મેં સ્ક્રિપ્ટ વાંચી અને મને એ ખૂબ જ પસંદ પડી હતી. એ દિવસે એ વાત મારા દિમાગમાં બેસી ગઈ હતી અને એ મારા માટે એક લેસન હતું.’

આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું આમિર ખાન સરના કામનો ખૂબ જ મોટો ફૅન છું અને તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. તેઓ ઇન્ડિયન સિનેમાના ખૂબ જ મોટા આઇકૉન છે અને મારા માટે ખૂબ જ પ્રેરણાત્મક છે. હું તેમને ‘દંગલ’ના સેટ પર મળ્યો હતો અને તેમની સાદગી અને તેમના વિચારોને લઈને ખૂબ જ પ્રેરિત થયો હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK