ખબર છે? પ‌રિણીતા માટે વિદ્યાએ ૭૫ વાર ઑડિશન આપેલું?

Updated: 30th August, 2020 11:50 IST | Mayank Shekhar | Mumbai

ગર્લ નેક્સ્ટ ડોર જેવી ઇમેજ ધરાવતી ચુલબુલી બ્રેવ બાલનની ચેમ્બુરથી બૉલીવુડ સુધીની સફર

વિદ્યા બાલન
વિદ્યા બાલન

વિદ્યા બાલનની પ્રોફેશનલ લાઇફ ટોટલ ટર્ન-અરાઉન્ડ થઈ એ પહેલાં છેલ્લી વાર તેને સાહિરની ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ’ જેવા વિચાર આવ્યા હતા. હતો એ રવિવાર, તેની મોહિત સૂરિ દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’ (૨૦૧૫)ની રિલીઝ પછીનો. આ રવિવારે પ્રોડ્યુસર મહેશ ભટ્ટે તેને ફોન કરીને કહ્યું હતું કે ફિલ્મ થિયેટરોમાં સાવ નિષ્ફળ ગઈ છે. વિદ્યાના કહેવા મુજબ મોહિત સાથે તે ઍક્ટર-ડિરેક્ટર રિલેશનશિપમાં કોઈ તાલ મેળવી શકી નહોતી.
વિદ્યાની આ નિષ્ફળતા અગાઉની શ્રેણીબદ્ધ કમર્શિયલ નિષ્ફળતા પછીની હતી. આમાં સૌથી વધુ આઘાત વિદ્યાને જેનો લાગ્યો હતો એમાં ‘બૉબી જાસૂસ’ (૨૦૧૪) ઉપરાંત ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ (૨૦૧૪) અને ‘ઘનચક્કર’ (૨૦૧૩) સામેલ છે. આ સંજોગોમાં શું કરવું એ વિશે અનિશ્ચિત વિદ્યાના હસબન્ડ સિદ્ધાર્થ રૉય કપૂર જે પોતે નાસ્તિક છે તેઓ તેને ચેમ્બુર સાંઈબાબાના મંદિર લઈ ગયા. વિદ્યા ત્યાં શ્વાસ ન લઈ શકાય એ રીતે ધ્રુસકે-ધ્રુસકે રડી. જીવનમાં કાંઈક બદલવું પડશે એટલી જ તેને ખબર હતી.
તેને આત્મજ્ઞાન થયું. ‘હું વધુ પડતું ધ્યાન આંકડાઓ પર આપી રહી હતી એવું મને લાગ્યું. આ સ્ટ્રેસ મને બહુ જ ગમતું, જે હું કરતી હતી એમાંનો મારો આ‌નંદ ઝૂંટવી લીધો હતો.’
આ સાંઈબાબા મંદિર ખરેખર કઈ ગલીમાં એ મેં કાંઈ પૂછ્યું નહીં. જોકે વિદ્યાના કહેવા મુજબ એ મુંબઈના આ પૂર્વ પરામાં રહેતી હતી ત્યારે રોજેરોજ આ મંદિરમાં દર્શને જતી હતી.
પોતે ચેમ્બુરમાં ઊછરી એનો વિદ્યાને આનંદ છે. બસ ત્યાંથી હું તે‌ની સાથે ચૅટ કરી રહ્યો છું. વિદ્યા રહે છે જુહુમાં, પણ તેના પેરન્ટ્સ રહે છે ખારમાં અને તેમની નજીકમાં જ તેના હસબન્ડની ઑફિસ છે, જ્યાંથી તે મારી સાથે ચૅટ કરી રહી છે. મુંબઈગરાઓ માટે એ હજી ચેમ્બુર-ગર્લ જ છે અને મુંબઈગરાઓ માટે આ સરનામું ખુશ કરી દેનારું છે.
બૉલીવુડનો પૉપ્યુલર શબ્દ ‘આઉટસાઇડર’ પહેલી જનરેશનમાં બૉલીવુડમાં કામ કરનારાઓ માટે છે. આ લોકો ખૂબ મોટી સંખ્યામાં છે, પરંતુ દરેક કાંઈ લીડ ઍક્ટર્સ નથી. બૉમ્બેના કેટલાક ઇનસાઇડર લોકો છે જેઓ બૉલીવુડ માટે હજી પણ આઉટસાઇડર છે.
ખાસ કરીને હીરોમાં તમે જુઓ. ગોવિંદા ‘વિરાર કા છોકરા’ પણ પ્રોડ્યુસરનો દીકરો છે. બૉમ્બેનો તે મેઇનસ્ટ્રીમ બૉલીવુડ હીરો છે, પરંતુ ફિલ્મો સાથે તેનું કોઈ કનેક્શન નથી. વિદ્યા બાલનની ૨૦૦૭માં આવેલી ‘ભુલભુલૈયા’નો કો-સ્ટાર અક્ષયકુમાર પણ ચેમ્બુર નજીક સાયનમાં મોટો થયો હતો. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘શિલ્પા શેટ્ટી સેન્ટ ઍન્થની સ્કૂલમાં મારાથી ત્રણ વર્ષ સિનિયર હતી. જોકે એ સમયે હું તેને પર્સનલી નહોતી ઓળખતી.’
‘જોકે આ એક વૅલિડ ઑબ્ઝર્વેશન છે. મને પણ એનું આશ્ચર્ય છે,’ વિદ્યાએ કહ્યું. એનો જ જવાબ આપતી હોય એમ વિદ્યા કહે છે કે ‘ઇન્સાઇડર-આઉટસાઇડર હોવાના પણ ઘણાંબધાં લેવલ છે. જોકે કોઈ પણ કેસમાં આ ડિબેટ મને કન્ફ્યુઝ કરી મૂકે છે. આ જુદા-જુદા લોકો માટે જુદું-જુદું હોય છે. જો તમારા માટે સર્વાઇવલનો પ્રશ્ન ન હોય તો ફૅમિલી અને ફાઇનૅન્શિયલ સપોર્ટ એને સરળ બનાવી દે છે. તમે કેટલી સખત મહેનત કરો છો એના વિશે જ વિચારવાનું રહે છે. એને એક વાર તમે બ્રેક કરીને આગળ વધો છો. તમે આ સાઇકલને બ્રેક મારીને આગળ વધવા માગો છો કે નહીં એ પણ મહત્ત્વનું છે.’

Mayank Shekharવિદ્યાનો ઇન્ટરવ્યુ લઈ રહેલા ઇંગ્લિશ મિડ-ડેના એન્ટરટેઇન્મેન્ટ હેડ મયંક શેખર.

વિદ્યા બાલનને ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપવાનું કારણ પૂછો તો એનો વિચાર આવ્યો મ્યુઝિક-કમ્પોઝર શાંતનુ મોઇત્રાએ રિયલિટી શો ટાઇમ્સ ઑફ મ્યુઝિકમાં કરેલી વાત પરથી. વિદ્યા બાલને ૨૦૦૫માં આવેલી તેની ડેબ્યુ ફિલ્મ ‘પરિણીતા’ માટે ૭૫ વાર ઑડિશન આપ્યું હોવાની વાત શાંતનુએ કરી હતી. બ્રાયન ઍડમ્સની કૉન્સર્ટમાં વિદ્યા બાલન ફ્રન્ટ રોમાં બેઠી હતી અને એ સમયે પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાએ તેને ફોન કરીને કહ્યું હતું કે તને સાઇન કરવામાં આવી છે.
જોકે એ કૉન્સર્ટ બ્રાયન ઍડમ્સની નહીં, ઍનરિકે ઇગ્લેસિયસની હતી. વિદ્યાનું માનવું છે કે ૭૫ વાર ઑડિશન આપવું એ ખૂબ મોટી વાત છે. જોકે એ સમયે એનરિકે વિદ્યાનું ફેવરિટ સૉન્ગ ‘હીરો’ વગાડી રહ્યો હતો અને વિધુ વિનોદ ચોપડાએ તેને રિક્વેસ્ટ કરી હતી કે તે કૉન્સર્ટમાંથી બહાર જઈને તેની સાથે ફોન પર વાત કરે... અને પછી તેને કાને પડ્યું સૌથી મધુર સંગીત, ‘તું મારી પરિણીતા છે...’ ત્યાં સુધી વિધુ વિનોદ ચોપડા એ પાર્ટ માટે ઐશ્વર્યા રાયને પસંદ કરવા માગતા હતા. વિદ્યાએ કહ્યું કે ‘તેઓ ખૂબ પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા હતા. એ સમયે હું ન્યુકમર હતી તેમ જ ફિલ્મ પણ મહિલા લીડ ઍક્ટરના નામ પરથી હતી.’
સૌથી પહેલાં તેણે ઍડ ફિલ્મમેકર-મેન્ટર પ્રદીપ સરકાર (દાદા)નો આભાર માનવો રહ્યો. શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નૉવેલ પરથી તેમણે વિદ્યા બાલનને ધ્યાનમાં રાખીને આ પાત્ર લખ્યું હતું. પ્રદીપ સરકારની ઘણી ઍડ-ફિલ્મોમાં વિદ્યાએ કામ કર્યું હતું તેમ જ તેણે યુફોરિયાના મ્યુઝિક વિડિયો ‘કભી આના તું મેરી ગલી’માં પણ કામ કર્યું હતું.
ફૅન્ટાની ઍડમાં જ્યારે રાની મુખરજીએ કામ કર્યું હતું ત્યારે વિદ્યા બાલને એમાં પ્રદીપ સરકારની અસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું. જોકે એના સેટ પર તેને કંઈ શીખવા નહોતું મળ્યું, કારણ કે ક્રૂ-મેમ્બર્સને ખબર હતી કે વિદ્યા ભવિષ્યમાં પ્રદીપ સરકારની ફ્યુચર હિરોઇ‌ન બનવાની છે અને એથી લોકો તેની કાળજી લેતા હતા.
આ વિશે વિદ્યાએ કહ્યું કે ‘મારી ‘પરિણીતા’ની છેલ્લી ટેસ્ટ પહેલાં હું દાદા પાસે ગઈ હતી અને તેમને કહ્યું હતું કે કંઈ પણ થાય, આ તમારી પણ પહેલી ફિલ્મ છે એથી તમે મારી સાથે અથવા તો મારા વગર આ ફિલ્મ બનાવીને રહેજો. તેમની પત્ની પણ ત્યાં હતી. તેમની તરફ જોઈને દાદાએ કહ્યું હતું કે ‘તું શું કહી રહી હતી એ વિદ્યાને પણ કહે.’ મને મારા પર જેટલો વિશ્વાસ નહોતો એટલો વિશ્વાસ તેમને મારા પર હતો. જોકે ટૅલન્ટની સાથે લોકો તમને અપ્રીશિયેટ કરે એ પણ જરૂરી છે અને તમને કામ આપે એ પણ મહત્ત્વનું છે, કારણ કે એક ફિલ્મ અને એક સ્ટારને બનાવવા માટે એક નાનકડા ગામમાં લોકો રહેતા હોય એટલી વ્યક્તિની જરૂર પડે છે.’
વિદ્યાએ ઍક્ટિંગની કોઈ ટ્રેઇનિંગ નહોતી લીધી. આ માટે ક્રેડિટ તે નસીરુદ્દીન શાહને આપે છે. મિલન લુથરિયાની ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ના શૂટિંગ દરમ્યાન નસીરુદ્દીન શાહ તેને મેસેજ કરતા હતા જે દરમ્યાન તે શીખી હતી કે ઘરે જતાં પહેલાં પાત્રને સેટ પર મૂકીને જવું. આ ફિલ્મ હજી સુધી વિદ્યાની સૌથી આઇકૉનિક ફિલ્મ છે અને એમાં તેણે તેનું સર્વસ્વ આપી દીધું હતું. ૨૦૧૨માં આવેલી ‘કહાની’ તેને માટે થોડી સરળ રહી હતી, કારણ કે સુજૉય ઘોષની સાથે તેણે રાઇટિંગ પ્રોસેસમાં પણ ભાગ લીધો હતો.
‘ધ ડર્ટી પિક્ચર’ને સાઉથની સિલ્ક સ્મિતા પરથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મ એટલા માટે પણ આઇકૉનિક હતી, કારણ કે એનો ડાયલૉગ હતો કે ‘ફિલ્મે સિર્ફ તીન ચીજોં કી વજહ સે ચલતી હૈ : એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ ઔર એન્ટરટેઇનમેન્ટ. ઔર મેં એન્ટરટેઇનમેન્ટ હૂં.’ હોટેલિયર કોનરેડ હિલ્ટન્સના ફેમસ ક્વોટ ‘હોટેલને સફળતાપૂર્વક ચલાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે : લોકેશન, લોકેશન ઍન્ડ લોકેશન’ પરથી આ ડાયલૉગ લેવામાં આવ્યો હતો.
આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘હવે, હું જે પણ ઇવેન્ટમાં જાઉં છું ત્યારે આ ડાયલૉગ દ્વારા જ મારું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે. મને કોઈ આઇડિયા નહોતો કે આ ડાયલૉગ આટલો પૉપ્યુલર બની જશે. મારી ફિલ્મોની એવી ઘણી લાઇન હતી જે મને લાગતું હતું કે ફેમસ થશે. જોકે એ ડાયલૉગ નહીં, પરંતુ ટૅગ-લાઇન હતી કે ‘તુમ્હારા ઇશ્ક, ઇશ્ક. હમારા ઇશ્ક, સેક્સ?’
ડિરેક્ટ અભિષેક ચૌબેએ જ્યારે ‘ઇશ્કિયા’ની સ્ક્રિપ્ટ શાઈની આહુજાને નરેટ કરી હતી ત્યારે તેણે આ ટૅગ-લાઇન દ્વારા રિસ્પૉન્સ આપ્યો હતો. એ તેના દિમાગમાં સ્ટ્રક થઈ ગયું હતું. આખરે આ પાત્ર અર્શદ વારસીએ ભજવ્યું હતું જે વિદ્યાને પોતાની તરફ આક્રર્ષિત કરવામાં તેના અંકલ નસીરુદ્દીન શાહ સામે મેદાનમાં ઊતરે છે. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘અર્શદના દિમાગમાં હાલમાં જ લાઇન આવી હોય અને તેણે બોલી નાખી હોય એ રીતે તેણે ડાયલૉગ-ડિલિવરી કરી હતી, જે ખૂબ અદ્ભુત વાત છે. તેની ડાયલૉગ-ડિલિવરીની આ જ સુંદરતા છે.’
તેની ફિલ્મો દ્વારા વિદ્યાએ લોકોને ઘણા શૉક આપ્યા છે અને ‘ધ ડર્ટી પિક્ચર’ કરતાં ૨૦૦૯માં આવેલી ‘પા’નો શૉક વધુ હતો. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનની મમ્મી બની હતી. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘શૂટિંગ પહેલાં હું ડિરેક્ટર આર. બાલ્કીનું મગજ ખાતી રહી હતી કે મિસ્ટર બચ્ચન સાથે રીડિંગ-સેશનનું આયોજન કરે. મમ્મી અને દીકરા વચ્ચે ખૂબ સારી ફિઝિકલ કમ્ફર્ટેબેલ રિલેશનશિપ હોય છે. હું અમિતાભ બચ્ચને માથા પર મારી નહીં શકું કે તેમના ગાલ પણ નહીં ખેંચી શકું. તમે આ બધી વસ્તુ બાળકો સાથે કરતાં હો છો. તેઓ અમિતાભ બચ્ચન છે. અમે રવિવારથી શૂટિંગ કરવાનાં હતાં અને આર. બાલ્કીએ શુક્રવારે મને અમિતાભ બચ્ચનના ઘરે લુક-ટેસ્ટ માટે બોલાવી હતી અને એની સાથે જ રીડિંગ-સેશન પણ હતું. અભિષેક બચ્ચન જેણે મારા પતિનું પાત્ર ભજવ્યું હતું, તે અને હું અમારા કૉસ્ચ્યુમ સાથે તૈયાર હતાં. અમે રાહ જોઈ રહ્યાં હતાં કે મિસ્ટર બચ્ચન ક્યારે તેમના મેકઅપ-રૂમમાંથી બહાર આવે. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે મને હવે રીડિંગ-સેશનની જરૂર નથી. મેં એ વખતે ૧૩ વર્ષનો ઓરો જ જોયો હતો. મને કંઈક થઈ રહ્યું છે. મને એ સમયની ફીલિંગ ફરી આવી રહી છે.’

એક ફિલ્મ પછી બીજી ફિલ્મ એમ વિદ્યા આવી ઘણી અદ્ભુત મોમેન્ટ બનાવતી ગઈ હતી. છેલ્લે આપણે તેને ગણિતશાસ્ત્રી શંકુતલાદેવીના પાત્રમાં જોઈ હતી. કોરોના વાઇરસને કારણે આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાને બદલે ઑનલાઇન રિલીઝ થઈ હતી. આ પહેલાંની તેની ફિલ્મ ‘મિશન મંગલ’ હતી જેમાં અક્ષયકુમાર સાથે ઘણી હિરોઇનોને પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ૨૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરી ગઈ હતી અને બૉક્સ-ઑફિસ પર એ ૩૦૦ કરોડની નજીક-નજીક પહોંચી ગઈ હતી.
તેની ‘શકુંતલાદેવી’ને પણ ઍમેઝૉન પ્રાઇમ પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે હજી સુધી એની વ્યુઅરશિપના આંકડા કોઈને નથી ખબર. થિયેટર્સ અને ઑનલાઇન સફળતા વચ્ચે શું તફાવત છે એ વિશે તેને પર્સનલી શું જાણવા મળ્યું એ વિશે પૂછતાં વિદ્યાએ કહ્યું, ‘ફિલ્મ રિલીઝ થાય ત્યાર બાદ રીઍક્શન ચોક્કસ સમય માટેનું હોય છે. થિયેટર્સમાં રિલીઝ થયેલી ફિલ્મોની ચર્ચા ઓપનિંગ વીક-એન્ડના નંબર્સ વિશે હોય છે. ‘મિશન મંગલ’માં મારું પાત્ર ફિક્શન હતું, જ્યારે ‘શકુંતલાદેવી’માં એ રિયલ લાઇફ પર આધારિત હતું એથી લોકો તેમના વિશે ખૂબ વાંચે છે અને ત્યાર બાદ તેમના રિસ્પૉન્સ આવતા રહે છે.’
તેને મળેલા રીઍક્શનમાંથી મેં એક રીઍક્શન પસંદ કર્યું હતું. ‘મિડ-ડે’ની કૉલમમાં માયથોલૉજિસ્ટ દેવદત્ત પટનાઈકે દલીલ કરી હતી કે શંકુતલાદેવીના પતિ ગે છે એને ફિલ્મમાં મજાકમાં દેખાડવામાં આવ્યું હતું. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘શકુંતલાદેવીની દીકરી (જેના નજરિયા મુજબ ફિલ્મની સ્ટોરી લખવામાં આવી છે અને તે આ પ્રોજેક્ટમાં પાર્ટનર પણ રહી છે) તેની મમ્મી વિશે વાત કરતી વખતે ખૂબ જ ટ્રાન્સપરન્ટ હતી. તે શું કામ તેના પિતા વિશે ખૂલીને વાત ન કરી શકે?’
ફિલ્મમાં વિદ્યાએ ખૂબ જ એનર્જેટિક પાત્ર ભજવ્યું છે, જ્યારે શકુંતલાદેવીને જે લોકો મળ્યા હતા તેમનું માનવું છે કે તેઓ રમૂજી હોવા છતાં ખૂબ રિઝર્વ્ડ હતા. આ વિશે વિદ્યાએ કહ્યું હતું, ‘કદાચ એ લોકો તેમને એ સમયે મળ્યા હશે જ્યારે કોઈક કારણસર તેઓ એટલા એનર્જેટિક નહીં હોય. કદાચ તેઓ કોઈ પરિસ્થિતિમાંથી પસાર પણ થઈ રહ્યા હોય. જોકે એ વિશે મને નથી ખબર.’
આંકડાઓની સાથેની તેમની સ્કિલની સાથે તેઓ ઍસ્ટ્રોલૉજી અને ન્યુમરોલૉજીમાં પણ કામ કરતાં હતાં. જોકે એ વિશે ફિલ્મમાં વધુ દેખાડવામાં નથી આવ્યું. આ વિશે વિદ્યાએ કહ્યું, ‘આ બે કલાકની ફિલ્મ છે. અમે ફક્ત ગણિત પર જ ફોકસ કરવા માગતાં હતાં, જેને કારણે દુનિયાભરમાં તેમને નામના મળી હતી. પૉલિટિક્સ અને ઍસ્ટ્રોલૉજી તેમની લાઇફમાં ખૂબ પછીથી આવ્યાં હતાં.’

આ પણ જુઓ : વિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત

જોકે વિદ્યા બાલન આ ફિલ્મની રાઇટર નહોતી. તેણે તો એમાં ફક્ત કામ કર્યું હતું. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘લોકોના અભિપ્રાય અલગ-અલગ હોય છે, કારણ કે આપણે જેના વિશે વાત કરી રહ્યાં છીએ એ એક રિયલ વ્યક્તિ છે. હું એ વાતની રિસ્પેક્ટ કરું છું, પરંતુ એનો સમાવેશ કરવામાં આવે તો ફિલ્મ જ અલગ હોત. આ એ ફિલ્મ છે જે અમે બનાવવા માગતા હતા.’ બાયોપિકને લઈને મોટા ભાગે જે પણ દલીલો થતી હોય છે એની સામે આ એક મહત્ત્વનો પૉઇન્ટ છે.
‘શકુંતલાદેવી’નો નરેટિવ એકદમ સરળ હતો તેમ જ વિદ્યા બાલનની ફિલ્મોગ્રાફી પણ એકદમ નૅચરલ છે. ‘મિશન મંગલ’ પહેલાં ૨૦૧૭માં આવેલી ‘તુમ્હારી સુલ્લુ’ પર નજર કરીએ તો આ તમામ ફિલ્મો ફેમિનિસ્ટ હોવાની સાથે દરેકમાં તેના પતિ ખૂબ જ સ્વીટ અને સિક્યૉર જોવા મળ્યા છે. શકુંતલાદેવીના પતિ પરિતોષ (જિસુ સેનગુપ્તા), તારાના પતિ સુનીલ (સંજય કપૂર) અથવા તો સુલ્લુના પતિ અશોક (માનવ કૌલ) એ દરેક ખૂબ જ સ્વીટ અને સપોર્ટિવ છે. એવું લાગી રહ્યું છે કે વિદ્યા બાલન પોતાની ફિલ્મોનો એક પ્રકાર બનાવી રહી છે કે પછી આ કહેવું થોડું જલદી છે? આના વિશે વિદ્યાએ કહ્યું, ‘મને લાગે છે કે આ મારો દુનિયા જોવાનો નજરિયો છે. મારી લાઇફમાં દરેક પુરુષ એવા જ છે. હું જે છું એને અને તેમની આસપાસની મહિલાઓને તેઓ છે જે એ માટે સ્વીકારી લે છે. મને લાગે છે કે ત્યાંથી જ આ પસંદગી આવતી હશે.’
ખરેખર? કોઈ ખરાબ બૉયફ્રેન્ડ પણ નહીં? આ વિશે વિદ્યાએ કહ્યું કે ‘હા, લાઇફમાં આગળ વધવાનો આ રસ્તો છે. જોકે તમે એમાં સપડાયાં નહીં તો... હું અહીં ખૂબ ખરાબ શબ્દનો ઉપયોગ કરવા નથી માગતી. જોકે એટલું કહીશ કે તમારે લાઇફમાં રિયલ વસ્તુ મેળવવા માટે બધામાંથી પસાર થવું પડે છે.’
કદાચ હું ચેમ્બુરમાં રહેતા કેટલાક વિચિત્ર લોકોને શોધી રહ્યો છું જેની સાથે વિદ્યા મોટી થઈ અથવા તો ઑબ્સેશન વિશે હું જાણવા માગતો હતો. બૉલીવુડ ફૅમિલીઝની બહારના બૉમ્બે-બોર્ન સુપરસ્ટાર્સ કેમ ઇન્ડસ્ટ્રીમાં વધુ નથી? શું બમ્બૈયા હિન્દી તેમની એટલી સારી નહીં હોય? હિન્દી પિક્ચરમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સાયરસ ભરૂચાને જ સરખાવી લો (મજાક કરી રહ્યો છું).
વિદ્યા હસી પડે છે. તેના કેસમાં તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેણે ઍક્ટર બનવું છે. તેણે એની ખૂબ કાળજી રાખી હતી કે તેની હિન્દી ખૂબ જ ચોક્કસ હોય. આ વિશે વિદ્યાએ કહ્યું કે ‘મારા પેરન્ટ્સની ઢબ અલગ છે. મારી નથી.’
વિદ્યા ખૂબ સારી તામિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજી બોલી શકે છે.
તે કઈ ભાષામાં વિચાર કરે છે? આ વિશે વિદ્યાએ કહ્યું કે ‘અંગ્રેજીમાં. જોકે સેટ અને કામ પર થોડું વિચિત્ર લાગતું હોવાથી હિન્દીમાં વિચારું છું. મેં હાલમાં જ તેલુગુ ફિલ્મ (એનટીઆરની બાયોપિક) કરી હતી એથી મારે મારા દિમાગમાં સૌથી પહેલાં તેલુગુને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવી પડતી હતી.’
જો નસીબ ખરાબ ન હોત તો તેણે મોહનલાલની સામે ડેબ્યુ કર્યું હોત તેમ જ ઘણી મલયાલમ ફિલ્મ પણ તેણે સાઇન કરી લીધી હોત. વિદ્યા બાલન ૨૦૦૦-’૦૩ દરમ્યાન સાઉથ ઇન્ડિયન ઍક્ટ્રેસ તરીકે ડેબ્યુ કરવાની હતી. મોહનલાલની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ પ્રોડ્યુસર પાછળ હટી જતાં એ ફિલ્મ પડી ભાંગી હતી.
તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેને કે. બાલચંદર દ્વારા બે ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. જોકે તેને બન્ને ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી હતી. અન્ય બે ફિલ્મના પહેલા શેડ્યુલનું શૂટિંગ પૂરું થયા બાદ પણ તેને કાઢી મૂકવામાં આવી હતી અને બીજી હિરોઇનને પસંદ કરવામાં આવી હતી. એક સેક્સ-કૉમેડી ફિલ્મ હોવાની ખબર પડતાં વિદ્યાએ એ ફિલ્મ છોડી દીધી હતી અને ૨૨ વર્ષની ઉંમરે તેના પર કેસ થયો હતો.
એક સમય એવો આવ્યો હતો કે તેના પેરન્ટ્સ ચેન્નઈમાં એક પ્રોડ્યુસરની ઑફિસમાં ગયા હતા અને ત્યાં જ વિદ્યાને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રોડ્યુસરે કહ્યું હતું કે ‘તમે તેના પર એક નજર કરો. શું તમને તે હિરોઇન લાગે છે?’ આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘છ મહિના સુધી મેં આરીસામાં નહોતું જોયું. હું તૂટી ગઈ હતી. એક વખત હું ખૂબ જ ગરમીમાં નરીમાન પૉઇન્ટથી બાંદરા સુધી ચાલતી આવી હતી. ફિલ્મોમાં દેખાડે એ રીતે મારે મારા મગજને સાફ કરવું હતું (આ ૧૮ કિલોમીટરનો રસ્તો છે).’
એ ઘટનાનાં થોડાં વર્ષ બાદ વિદ્યાએ એના કરતાં વધુ અંતરનું ટ્રાવેલ કર્યું હતું. ૨૦૦૬માં આવેલી રાજકુમાર હીરાણીની ‘લગે રહો મુન્નાભાઈ’ બાદ તે ઍરપોર્ટ પર પેલા પ્રોડ્યુસરને મળી હતી જેમણે તેના ચહેરા વિશે કમેન્ટ કરી હતી. તે પ્રોડ્યુસરે તેને ત્યાં જ ફિલ્મની ઑફર કરી હતી જેમાં કમલ હાસન હતા. આ વિશે વિદ્યાએ તેના મૅનેજર સાથે વાત કરવાનું કહ્યું હતું. ત્યાર બાદ કમલ હાસને ફોન કર્યો હતો, પરંતુ વિદ્યાએ એ ફિલ્મ નહોતી કરી. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘મારા પપ્પાને હાશકારો થયો હતો. આ દુનિયા એકસમાન છે એનો અમને અહેસાસ થયો હતો.’


હા, એ ખરેખર છે. તમે દુનિયાને કઈ રીતે જુઓ છો એના પર એ ડિપેન્ડ કરે છે.
ભાગ્યે જ એવું હોય છે. તમે તેની તરફ કઈ દૃષ્ટિએ જુઓ છો એના પર એ ડિપેન્ડ હોય છે. મિસ કન્જિનિયલિટીના તેના બાહ્ય દેખાવની પાછળ જો તમે વિદ્યાના ૧૫ વર્ષના સ્ટાર તરીકેના સમય પર નજર નાખશો તો તે સૌથી હિંમતવાળી લાગશે.
વિદ્યાને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી છે અને ખાસ કરીને બૉડી-શેમિંગ. ઑનલાઇન, મેઇનલાઇન પ્રેસમાં પણ તેને ટ્રોલ કરવામાં આવી છે. જોકે મને કહેવામાં આવ્યું છે કે તે મોટા ભાગે તેના વિશે કંઈ વાંચતી નથી. શું તેને પણ ગ્રુપિઝમ અથવા તો ફેવરિટિઝમ માટે ટાર્ગેટ કરવામાં આવી છે. આ ખૂબ જરૂરી છે કે તે પણ આ વિશે આગળ આવીને વાત કરે.
એક અવૉર્ડ-શોમાં હોસ્ટ સૈફ અલી ખાન અને શાહરુખ ખાન દ્વારા ૨૦૦૭માં આવેલી ‘હે બેબી’માં તેણે પહેરેલાં કપડાંને કારણે તેની મજાક ઉડાડવામાં આવી હતી જે વિડિયો વાઇરલ થયો હતો. તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો એવું તેના ચહેરા પરથી દેખાઈ આવ્યું હતું. મોટા ભાગે આવા કેસમાં ઑડિયન્સમાં બેઠેલી સેલિબ્રિટીઝને આગળથી કહેવામાં આવે છે કે તેમના વિશે આવી વાત કરવામાં આવશે. જોકે જે-તે જગ્યાએ ઍક્ટરના મનમાં એ વખતે આવેલી રમૂજ વિશે કહેવામાં નથી આવતું. આ વિશે વિદ્યાએ કહ્યું હતું કે ‘હું કોઈ પણ વાતમાં સાથ આપી શકું અને એનાથી મને કોઈ ફરક નથી પડતો. જોકે હું જ્યારે ત્યાં ગઈ ત્યારે મને અહેસાસ થયો કે મારા કરતાં પણ ખરાબ ડ્રેસ પહેરેલા કન્ટેન્ડર્સ હતા. તેમણે મને કહ્યું હતું કે તેઓ આવી કમેન્ટ તેમને આપી શકે એમ નથી તેમ જ તેમની આસપાસના લોકો દુખી થશે એવું તેઓ કારણ આપતા હતા. મારી સાથે ચીટિંગ કરવામાં આવી હોવાનો મને અહેસાસ થયો હતો અને હું ગુસ્સે થઈ હતી. હવે મને લાગે છે કે આ કેસ એ જ હતો. મને એ સમયે એનો અહેસાસ નહોતો થયો, કારણ કે હું દુનિયાને એ નજરે નથી જોતી. મને નથી ખબર શું એને નેપોટિઝમ કહેવાય છે?’ (વિદ્યા હસી પડે છે.)

First Published: 30th August, 2020 11:35 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK