Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘SCAM 1992’ માટે વરુણ ધવન હતો પ્રથમ પસંદગી? જાણો હકીકત

‘SCAM 1992’ માટે વરુણ ધવન હતો પ્રથમ પસંદગી? જાણો હકીકત

25 November, 2020 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘SCAM 1992’ માટે વરુણ ધવન હતો પ્રથમ પસંદગી? જાણો હકીકત

પ્રતીક ગાંધી, વરુણ ધવન (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

પ્રતીક ગાંધી, વરુણ ધવન (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)


નાના-મોટા સહુ વ્યક્તિના મોઢે અત્યારે બે જ નામ છે, વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story) અને ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi). સોની લીવની વૅબ સિરીઝ અને તેના કલાકારોના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. પર્ફેક્ટ ડિરેક્શન, પર્ફેક્ટ એક્ટિંગ, પર્ફેક્ટ કાસ્ટિંગ, બધુ જ પર્ફેક્ટ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે એવા સમાચાર વહેતા થયા છે કે, વૅબ સિરીઝમાં ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીએ શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)નું મુખ્ય પાત્ર ભજવ્યું છે તેના માટે સહુ પ્રથમ બૉલીવુડ અભિનેતા વરુણ ધવન (Varun Dhawan)ની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ વાત માત્ર અફવા છે. તેવું વરુણ ધવને પોતે કહ્યું છે અને પ્રતિક ગાંધી જ આ માટે બેસ્ટ છે તેમ પણ કહ્યું છે.

આ પણ વાંચો: EXCLUSIVE: ‘સ્કૅમ 1992’ના યંગ DOPમાં એવું તે શું છે કે દિગ્દર્શક હંસલ મહેતા પણ થયા ફિદા



એક ટ્વીટર યુઝરે ટ્વીટ કર્યું હતું કે, ‘શું તમને ખબર છે? #SCAM 1992માં #હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવા માટે #વરુણ ધવન પહેલી પસંદગી હતો. પરંતુ પછી દિગ્દર્શક હંસલ મહેતાએ #પ્રતિક ગાંધીનું નામ સૂચન કર્યું અને પછી જે થયું તે ઈતિહાસ છે, જે તમે સહુ જાણો છો’.



જોકે, અભિનેતા વરુણ ધવને આ વાતને ખોટી ગણાવી હતી અને પ્રતિક ગાંધી જ હર્ષદ મહેતાના પાત્ર માટે યોગ્ય છે તેમ જણાવ્યું હતું. ટ્વીટર યુઝરને જવાબ આપતા વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે, ‘ખરેખર આ વાત સાચી નથી. આ શો માટે #પ્રતિક ગાંધી જ એકમાત્ર પસંદગી હોઈ શકે. તે બહુ તેજસ્વી છે. #SCAM 1992નો સહુથી મોટો ફૅન’.

‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ના અત્યારે બધા જ વખાણ કરી રહ્યાં છે. સેલેબ્ઝ પણ આ વૅબ સિરીઝ જોવાનું ચુક્યા નથી. જે કોઈ આ સિરીઝ જુએ છે તે સિરીઝનું અને તેના કલાકારોનું ફૅન થઈ જાય છે.

આ પણ વાંચો: SCAM 1992: જુનિયર બચ્ચને કર્યા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીના વખાણ

તમને જણાવી દઈએ કે, વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ 'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે જાણીતા હર્ષદ મહેતાએ વર્ષ 1992માં કરેલા 500 કરોડના કૌભાંડ પર આધારીત છે. જે જર્નાલિસ્ટ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુએ ‘ધ સ્કૅમ: હુ વૉન, હુ લૉસ્ટ, હુ ગૉટ અવૅ’ પુસ્તક પરથી બનાવવામાં આવી છે. હંસલ મહેતા દિગ્દર્શિત વૅબ સિરીઝમાં  પ્રતિક ગાંધી, શ્રેયા ધનંવતરી, હેમંત ખેર, અંજલી બારોટ, જય ઉપાધ્યાય, ચિરાગ વ્હોરા, સતીષ કૌશિક, શરીબ હાશ્મી, અનંત મહાદેવન, નિખિલ દ્વિવેદી, કે.કે. રૈના, લલિત પરીમુ મુખ્ય ભૂમિકામાં છે. આ વૅબ સિરીઝે આઈએમબીડીના પણ તમામ રેકૉર્ડ્સ તોડી દીધા છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2020 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK