કન્નડ ફિલ્મ કેજીએફમાં લીડ રોલ પ્લે કરનાર યશ 8 જાન્યુઆરીએ પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની ફિલ્મ KGF Chapter 1એ ભારતીય સિનેમામાં રેકૉર્ડ બનાવી દીધો હતો. હવે તેનો બીજો પાર્ટ જલદી આવી રહ્યો છે, જેનું ટીઝર 8 જાન્યુઆરી એટલે યશના જન્મદિવસના એક દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. તેના જન્મદિવસ પર જાણીએ એમના વિશે કેટલીક અજાણી વાતો, જે એક્ટર યશને હજી ખાસ બનાવે છે.
પિતા છે બસ ડ્રાઈવર
કન્નડ અભિનેતા યશ કર્ણાટકના હાસન જિલ્લાના એક નાના શહેરના રહેવાસી છે. તેના પિતા કેએસઆરટીસી પરિવહન સેવામાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચારો અનુસાર યશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના પિતા હજી પણ બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તે તેમના માટે ખૂબ મહત્વનું છે. આ જ કારણ છે કે યશ હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે. તેમ જ કેજીએફ ચેપ્ટર 1 રિલીઝ થવા પહેલા એસએસ રાજમૌલીએ એમ પણ કહ્યું હતું કે 'હું જાણીને આશ્ચર્ય થઈ ગયો હતો કે યશ એક બસ ડ્રાઈવરનો પુત્ર છે. મારા માટે યશના પિતા યશથી પણ મોટા સ્ટાર છે'.
નવીન ગૌડા
કર્ણાટકમાં જન્મેલા યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે, જણાવી દઈએ કે યશે પોતાનો અભ્યાસ મૈસૂરથી કર્યો છે. બાદ તે એક્ટર બનવાના સપનાને પૂર્ણ કરવા માટે બેંગ્લોર આવી ગયા અને સાઉથના પ્રખ્યાત નાટકકાર બીવી કરણનાથના બેનકા થિયેટરમાં સામેલ થઈ ગયા. યશે પોતાના એક્ટિગ કરિયરની શરૂઆત ટીવી શૉ નંદા ગોકુલથી કરી હતી, બાદ તેણે કેટલાક જાહેરાતોમાં પણ કામ કર્યું. તેણે વર્ષ 2007માં કન્નડ ફિલ્મ જંબાડા હુદુગીથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેણે સેકેન્ડ લીડ રોલ પ્લે કર્યો હતો.
છૂપાઈને કર્યા લગ્ન
યશે પોતાના લગ્ન લૉન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ રાધિકા પંડિત સાથે લગ્ન કર્યા છે. બન્નેની પહેલી મુલાકાત ટીવી શૉ નંદા ગોકુલમાં થઈ હતી. સાથે કામ કરતા બન્ને સારા મિત્ર બની ગયા અને પછી બન્ને પ્રેમમાં પડી ગયા. બાદ બન્નેએ બેંગ્લોરમાં લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે યશે પોતાના લગ્નના રિસેપ્શનમાં કર્ણાટકના આખા લોકોને આમંત્રિત કર્યા હતા. જણાવી દઈએ કે બન્નેએ વર્ષ 2017માં યશ માર્ગ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ સંસ્થા જરૂરીયાતમંદ લોકોને મદદ કરે છે. ફાઉન્ડેશન દ્વારા કોપ્પાલ જિલ્લામાં 4 કરોડ રૂપિયા લગાવીને એક તળાવ બનાવ્યું છે. જેથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે.