જુઓ નહીં, વાંચો પણ ખરા

Published: May 12, 2020, 20:38 IST | Mumbai Correspondence | Rajkot

આ ઍડ્વાઇઝ આપી છે સ્ટાર ભારતના ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર’ સિરિયલમાં બાબાસાહેબ બનતા સાગર દેશમુખે

સાગર દેશમુખ
સાગર દેશમુખ

લૉકડાઉનના સમયમાં જ્યારે ટીવી પર યાદગાર શો દેખાડવામાં આવી રહ્યા છે ત્યારે સાગર દેશમુખે ઑડિયન્સને ઍડ્વાઇઝ આપી છે કે માત્ર જોવાને બદલે લૉકડાઉનમાં વાંચવાની આદત પણ કેળવો. સાગર દેશમુખ સ્ટાર ભારતની ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર – એક મહામાનવ કી મહાગાથા’ સિરિયલમાં બાબાસાહેબ આંબેડકરનું લીડ કૅરૅક્ટર કરે છે. સાગર કહે છે, ‘હું કહીશ કે બાબાસાહેબ આંબેડકરની બાયોગ્રાફી ખાસ વાંચવી જોઈએ. જે વ્યક્તિએ દેશના સંવિધાનની રચના કરી હોય એ કેવી મહાન વ્યક્તિ હશે એ તેમની આ બાયોગ્રાફીમાંથી ખબર પડે છે.’

બાબાસાહેબ આંબેડકરની બાયોગ્રાફી મરાઠી લેખક ધનંજય કીરે લખી છે. આ પુસ્તક દેશની અનેક ભાષામાં ટ્રાન્સલેટ પણ થયું છે. ધનંજય કીરની આ બુકને આધાર બનાવીને જ સાગર દેશમુખે બાબાસાહેબનું કૅરૅક્ટર ડિઝાઇન કર્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK