Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકો પર તમારી ભાષા ન ઠોકી બેસાડો : મહેશ ભટ્ટ

લોકો પર તમારી ભાષા ન ઠોકી બેસાડો : મહેશ ભટ્ટ

12 November, 2019 12:36 PM IST | Kolkata

લોકો પર તમારી ભાષા ન ઠોકી બેસાડો : મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ


મહેશ ભટ્ટે ૨૫માં કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ચેતવણીનાં સ્વરમાં જણાવ્યું હતું કે તમારી ભાષા લોકો પર ના ઠોકી બેસાડો. સાથે જ તેમણે ફિલ્મ મેકર્સને એવી ફિલ્મો બનાવવાનો આગ્રહ કર્યો છે કે જે લોકોને એક સૂત્રમાં બાંધી શકે. આ વિશે વધુ જણાવતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘વર્તમાન સમય ખૂબ જોખમી છે. કનેક્ટિવીટીનાં દોરમાં આપણે સૌ એક બીજાથી અળગા થઈ ગયા છીએ. એથી જ આપણને એવા ફિલ્મ મેકર્સની જરૂર છે જે ફિલ્મોનાં માધ્યમથી લોકોમાં એકતાને જાળવી રાખે. એવી સ્ટોરી જે લોકોને એક બીજા સાથે બાંધીને રાખતી હતી એ વસ્તુનો આજે અભાવ છે.

મારુ માનવું છે કે ફિલ્મ મેકર્સને એવી ભૂમિકા ભજવવી જોઈએ જે ઘરે આપણી મમ્મી ભજવે છે. ઘરમાં જ્યારે બાળકો ઝઘડતા હોય અને એક બીજાથી વિખુટા પડતા હતાં ત્યારે મમ્મી સૌને એક કરવા માટે દિલચસ્પ સ્ટોરીઝ કહેતી હતી. આપણા માટે આ એક આશાની કિરણ છે. એ જ બાબતને આજે આપણે અહીં સેલિબ્રેટ કરવા એકઠા થયા છીએ. ફિલ્મ મેકર્સ, સ્ટોરી ટેલર્સ અને કલાકારો આ દરેક ઉદાર વ્યક્તિ આપણાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે દિલથી સારી આઇડિયાઝ લઈને આવે છે. લોકોને એનાં માધ્યમથી એક દિશા મળશે, જે લોકોને એનાં પર ચાલવા માટેની ફરજ પાડશે.’



વિવિધતામાં એકતા સમાન ભારત દેશની વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘તમારી ભાષા લોકો પર બળજબરીપૂર્વક ના ઠોકી બેસાડો. આ એક મહાન દેશ છે. તેની મહાનતા એની વિવિધતામાં સમાયેલી છે. આ વિવિધતાને માણવી જોઈએ. જ્યાં સુધી અમે ફિલ્મ મેકર્સ છીએ, જ્યાં સુધી કલાકારો છે, ત્યાં સુધી અમે લોકોમાં આશા જગાવીશુ. સાથે જ એવા લોકોની સામે અવાજ ઉઠાવીશુ જે માત્ર એક જ ભાષા બોલવાનો આદેશ લોકોને આપે છે.’


આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

મહેશ ભટ્ટની ઇચ્છાને પૂરી કરવાની વાત કરતા સારી ફિલ્મો બનાવવામાં આવશે એવુ આશ્વાસન આપતાં શાહરુખ ખાને કહ્યું હતું કે ‘અમે ગ્રેટ સ્ટોરીઝવાળી સારી ફિલ્મો સતત બનાવતા રહીશું. ભટ્ટ સાબે જે રીતે જણાવ્યું એ રીતે એક બીજાના વ્યક્તિત્વ પર પણ સવાલ ના કરતા અમે લોકોને એક તાંતણે બાંધવા, લોકોને સાથે લાવવા અને વિવિધતાને માણવા આવી સ્ટોરીઝ પર ફિલ્મો બનાવતા રહીશું.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:36 PM IST | Kolkata

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK