આમિર ખાન-હ્રિતિક રોશન પછી હવે ધૂમ 4માં વિલન બનશે અક્ષય કુમાર??

Published: Oct 25, 2019, 17:33 IST | મુંબઈ ડેસ્ક

ચર્ચાઓ પ્રમાણે અક્ષય કુમારને ધૂમ 4માં વિલનનું પાત્ર ભજવવાની ઑફર આપવામાં આવી છે. જો કે આ વાત કેટલી સાચી છે તેનો નિર્ણય હજી બાકી છે.

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર, ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતામાંનો એક છે. દિવાળીના અવસરે તેની ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થઈ ચૂકી છે અને તેની સાથે હજી એક મોટી ફિલ્મ કરવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચા છે કે અક્ષય કુમાર, ધૂમ ફ્રેન્ચાઇઝીની લેટેસ્ટ ફિલ્મ એટલે કે ધૂમ 4માં વિલેન બનતો જોવા મળી શકે છે. ચર્ચાઓ પ્રમાણે અક્ષય કુમારને ધૂમ 4માં વિલન બનવાની ભૂમિકા ભજવવાની ઑફર આપવામાં આવી છે. જો કે આ વાત કેટલી સાચી છે, તેનો નિર્ણય થવો હજી બાકી છે.

મિડડેની ખબર પ્રમાણે, અક્ષય કુમારનું રજનીકાંતની ફિલ્મ 2.0માં પાત્ર ભજવ્યા બાદ, ડાયરેક્ટર આદિત્ય ચોપરા તેનાથી ઇમ્પ્રેસ થઈ ગયા છે. આદિત્યને લાગે છે કે અક્ષય કુમાર આ ફિલ્મ માટે એકદમ રાઇટ ચૉઇસ છે. બન્નેની કેટલીક મુલાકાત પણ થઈ છે, જેમાં અક્ષયને ફિલ્મની સ્ટોરી પણ સંભળાવવામાં આવી છે. અક્ષય આ ફિલ્મમાં એક અંડરવર્લ્ડ ડૉનનું પાત્ર ભજવી રહ્યો છે. જો બધું બરાબર રહ્યું તો અક્ષય કુમાર અને આદિત્ય ચોપડા વર્ષના અંતે આની જાહેરાત કરશે. ચર્ચામાં એ પણ જણાવાયું છે કે અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા કદાચ આ ફિલ્મનો ભાગ નહીં હોય. જ્યારે બ્યૂટી ક્વીન માનુષી છિલ્લર ફિલ્મમાં ફીમેલ લીડ રોલ ભજવી શકે છે.

હવે પિન્કવિલાએ આ વિશે વધુ માહિતી આપી છે. પિન્કવિલા પ્રમાણે અક્ષય ફિલ્મ ધૂમ 4માં કામ નથી કરી રહ્યો. પિન્કવિલા સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે ધૂમ અમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફ્રેન્ચાઇઝી છે, પણ અમારી પાસે હાલ આ ફિલ્મ માટે કોઇ સ્ક્રિપ્ટ અને આઇડિયા નથી.

જણાવીએ કે થોડાંક સમય પહેલા શાહરુખ ખાનના ધૂમ 4માં કામ કરવાની અફવા પણ આવી હતી. અક્ષય કુમારની વાત કરીએ તો તે હાલ યશરાજની ફિલ્મ પૃથ્વીરાજમાં કામ કરી રહ્યો છે. તેની માહિતી થોડાં સમય પહેલા જ તેનું મોશન પોસ્ટર રિલીઝ કરીને આપવામાં આવી હતી.

આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

પૃથ્વીરાજ સિવાય અક્ષય કુમાર ફિલ્મ ગુડ ન્યૂઝ, બચ્ચન પાંડે, સૂર્યવંશી અને લક્ષ્મી બૉમ્બમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK