ગુજરાતી ફિલ્મ 'દિયા - ધ વન્ડર ગર્લ'નું નવરાત્રિ એન્થેમ રિલીઝ

Published: Sep 11, 2019, 16:44 IST | મુંબઈ

નવરાત્રિના થોડા દિવસો પહેલા ગુજરાતી ફિલ્મ 'દિયા ધ વન્ડર ગર્લ'નું નવરાત્રિ એન્થેમ રિલીઝ થયું છે. અપકમિંગ ગુજરાતી સ્પોર્ટ્સ બાયોપિક 'દિયા ધ વન્ડરગર્લ'નું નવરાત્રિ એન્થેમ યુટ્યુબ પર રિલીઝ કરી દેવાયું છે.

નવરાત્રિને આડે હવે 20 દિવસનો જ સમય બાકી છે. તમે પણ નવરાત્રિની તૈયારી શરૂ કરી દીધી હશે. માર્કેટમાં પણ નવરાત્રિની ચમક દેખાઈ રહી છે. ત્યારે નવરાત્રિના થોડા દિવસો પહેલા ગુજરાતી ફિલ્મ 'દિયા ધ વન્ડર ગર્લ'નું નવરાત્રિ એન્થેમ રિલીઝ થયું છે. અપકમિંગ ગુજરાતી સ્પોર્ટ્સ બાયોપિક 'દિયા ધ વન્ડરગર્લ'નું નવરાત્રિ એન્થેમ યુટ્યુબ પર રિલીઝ કરી દેવાયું છે.

આ નવરાત્રિ ગીતમાં જાણીતા ગુજરાતી સિંગર જેમના તાલે ગરબા રમવા લોકો રાહ જોતા હોય છે, તેવા પાર્થિવ ગોહિલ અને લાલિત્ય મુનશૉએ અવાજ આપ્યો છે. તો ગીતને જતિન-પ્રતીકે કમ્પોઝ કર્યું છે. ગીતના શબ્દો ઓઝિલ દલાલે લખ્યા છે. આ નવરાત્રિ એન્થેમમાં ત્રણથી ચાર જાણીતા ગરબા પણ તમને સાંબળવા મળશે. ગીત સાંભળીને તમે અત્યારથી જ નવરાત્રિના માહોલમાં આવી જશો અને તમારા પગ થિરકવા લાગશે.

અહીં સાંભળો નવરાત્રિ એન્થેમ

ઉલ્લેખનીય છે કે દિયા ધ વન્ડરગર્લ એ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ બાયોપિક છે. જે અમદાવાદની નવ વર્ષની દિયા નામની છોકરી પર બની રહી છે. દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ બાયોપિકમાં દિયા પોતે જ પોતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન સુરેશ બિશ્નોઈનું છે. જ્યારે એક્ઝિક્યુટિવ અને ક્રિએટીવ પ્રોડ્યુસર દિનેશ સિંઘલ છે. મુંબઈનું Brady Entertainment તેને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. જ્યારે સંગીત જતિન અને પ્રતિકનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK