Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિયા ઔર બાતી ફેમ ગૌરવ શર્મા ઝીફાઇવની પોઇઝન 2માં

દિયા ઔર બાતી ફેમ ગૌરવ શર્મા ઝીફાઇવની પોઇઝન 2માં

19 February, 2020 11:04 AM IST | Ahmedabad
Parth Dave | feedbackgmd@mid-day.com

દિયા ઔર બાતી ફેમ ગૌરવ શર્મા ઝીફાઇવની પોઇઝન 2માં

ગૌરવ શર્મા

ગૌરવ શર્મા


વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર ગયા વર્ષે એપ્રિલમાં રિલીઝ થયેલી ક્રાઇમ-થ્રિલર ‘પોઇઝન’નો બીજો ભાગ પણ આવવાનો છે. પહેલી સીઝન ‘પોઇઝન’થી બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાને ડિજિટલ ડેબ્યુ કર્યું હતું અને શોમાં રિયા સેન, તનુજ વીરવાણી (ઇનસાઇડ એજ), ફ્રેડી દારૂવાલા (હૉલિડે) પણ મુખ્ય રોલમાં હતાં. હવે એના બીજા ભાગમાં આફતાબ શિવદાસાણી, રાય લક્ષ્મી, પૂજા ચોપડા, ગૌતમ ગુલાટી, વિન રાણા, રાહુલ દેવ, ઝેન ઇમામ વગેરે જોવા મળશે.

આ ઉપરાંત સ્ટાર પ્લસના શો ‘દિયા ઔર બાતી હમ’થી જાણીતા બનેલા અભિનેતા ગૌરવ શર્મા પણ ‘પોઇઝન 2’માં દેખાશે. ‘પોઇઝન’ની પહેલી સીઝનમાં એક્સ-પોલીસમૅન પવન સિંહનો રોલ કરનાર ગૌરવ શર્મા બીજી સીઝનમાં સરપ્રાઇઝ એલિમેન્ટ લઈને આવશે. ‘પોઇઝન’ના પહેલા ભાગમાં પવન બધા જ પૈસા લઈને ભાગી જાય છે એવું બતાવવામાં આવ્યું હતું અને હવે બીજા ભાગમાં તેની એન્ટ્રી રસપ્રદ હશે એવું કહેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 11:04 AM IST | Ahmedabad | Parth Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK