બ્લૅક ટૉર્નેડો બનશે દિવ્યાંકા પતિ વિવેકની પહેલી વેબ-સિરીઝ

રશ્મિન શાહ | મુંબઈ | Sep 27, 2019, 11:27 IST

26/11 પર બનનારી આ વેબ-સિરીઝમાં વિવેક દહિયા પોલીસ -ઑફિસરના રોલમાં જોવા મળશે

દિવ્યાંકા ત્રિપાઠી સાથે પતિ વિવેક દહિયા
દિવ્યાંકા ત્રિપાઠી સાથે પતિ વિવેક દહિયા

AltBalaji પ્લૅટફૉર્મની નવી વેબ-સિરીઝ માટે એકતા કપૂરે હવે તેની ફેવરિટ ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના હસબન્ડ વિવેક દહિયાની પસંદગી કરી છે. દિવ્યાંકા સાથે એકતાએ અનેક સિરિયલ પણ કરી અને હમણાં જ તેણે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ વેબ-સિરીઝ પણ કરી તો હવે તે વિવેક સાથે ‘બ્લૅક ટૉર્નેડો’ કરવાની છે. ‘બ્લૅક ટૉર્નેડો’ની વાર્તા મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પર આધારિત છે.

‘બ્લૅક ટૉર્નેડો’ ઑલરેડી પ્રોડક્શન-હાઉસ કૉન્ટિલો બનાવી રહ્યું હતું, પણ હવે એમાં સાથે એકતા કપૂર પણ જોડાઈ ગઈ છે.
વિવેક દહિયાની આ પહેલી વેબ-સિરીઝ છે. આ અગાઉ વિવેકની પસંદગી તેની વાઇફ દિવ્યાંકા સાથે ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ કરવામાં આવી હતી, પણ થોડા સમય પછી વિવેકે વેબ-સિરીઝ છોડી દેતાં રાજીવ ખંડેલવાલ જૉઇન થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK