Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ હૉસ્પિટલમાં મનાવી મૅરેજ-ઍનિવર્સરી

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ હૉસ્પિટલમાં મનાવી મૅરેજ-ઍનિવર્સરી

09 July, 2019 09:34 AM IST |

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ હૉસ્પિટલમાં મનાવી મૅરેજ-ઍનિવર્સરી

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ હૉસ્પિટલમાં મનાવી મૅરેજ-ઍનિવર્સરી

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ હૉસ્પિટલમાં મનાવી મૅરેજ-ઍનિવર્સરી


દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ પોતાની ત્રીજી મૅરેજ-ઍનિવર્સરી હૉસ્પિટલમાં સેલિબ્રેટ કરી હતી. વિવેકની તબિયત ઠીક ન હોવાથી તે હાલમાં હૉસ્પિટલમાં ઍડમિટ છે. આ બન્નેને ‘યે હૈ મોહબ્બતે’માં સાથે કામ કરતાં પ્રેમ થઈ ગયો હતો. તેમણે ૨૦૧૬ની ૮ જુલાઇએ લગ્ન કર્યા હતાં. તેમને મૅરેજ-ઍનિવર્સરીની શુભેચ્છા આપવા માટે તેમની ફૅમિલી મધરાતે કૅક લઈને હૉસ્પિટલમાં પહોંચી ગઈ હતી. આ ક્ષણને યુનિક ઍનિવર્સરી જણાવતાં ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યાંકાએ કૅપ્શન આપી હતી કે ‘આ અમારી યુનિક ઍનિવર્સરી છે. ફૅમિલીએ કૅક લાવીને અમને સરપ્રાઇઝ આપી હતી. વિવેક અને મેં કૅકને બદલે એકબીજાને હાઇ-ફાઇ આપ્યું હતું. હૅપી ઍનિવર્સરી લવ.’

આ પણ વાંચો : 'Video: ભગવાન કૃષ્ણ'એ પણ પુરી કરી બોટલ કેપ ચેલેન્જ, જુઓ કૃષ્ણની લીલા



દિવ્યાંકા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેકે કૅપ્શન આપી હતી કે ‘સારાં- નરસાં સમયમાં, બિમાર હોઉં કે સ્વસ્થ હોઉં મને આ સુંદર ત્રણ વર્ષ આપવા માટે થૅન્ક યુ હૅપી ઍનિવર્સરી માય લવ.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 09:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK