દિવ્યાંકા ત્રિપાઠી બુક્ડ

Published: Feb 07, 2020, 18:19 IST | Mumbai Desk

પૉપ્યુલર અને સારા ઍક્ટરની કમી છે એની સૌથી મોટી નિશાની એ કે ‘યે હૈં મોહબ્બતેં’ની લીડ ઍક્ટ્રેસને એકતા કપૂરે એક વેબ-સિરીઝ અને એક ડેઇલી શૉપ માટે સાઇન કરી લીધી, જેની સ્ક્રિપ્ટ હજી રેડી નથી થઈ

એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’માં ઇશિતા ઐયરનું કૅરૅક્ટર કરનાર દિવ્યાંકા ત્રિપાઠીની આ સસિરિયલ ભલે પૂરી થઈ ગઈ હોય, પણ એ બહાર બીજું કામ ન લઈ લે અને પ્રોડક્શન-હાઉસના હાથમાંથી એક સારી અને નામી ઍક્ટર સરકી ન જાય એવા હેતુથી એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શને જ તેને અત્યારથી એક વેબ-સિરીઝ અને એક ડેઇલી શૉપ માટે સાઇન કરી લીધી છે. મજાની વાત એ છે કે આ બન્ને પ્રોજેક્ટની માત્ર વનલાઇન હજી ફાઇનલ થઈ છે, જેની સ્ક્રિપ્ટ પર હજી કામ ચાલી રહ્યું છે, જે ફાઇનલ સ્ટેજ પર પહોંચતાં હજી ચારથી છ મહિના નીકળી જશે.

વેબ-સિરીઝ માટે દિવ્યાંકાને જેકોઈ પ્રોજેક્ટ સંભળાવવામાં આવ્યા એ તેને નહીં ગમતાં સાવ નવા પ્રોજેક્ટની વનલાઇન સંભળાવવામાં આવી, જેમાં બે લીડ ઍક્ટ્રેસ છે તો ડેઇલી શૉપમાં દિવ્યાંકાને એક એવો પ્રોજેક્ટ સંભળાવવામાં આવ્યો છે જેનો હસબન્ડ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને પુત્રવધૂ સંતાનો સહિત સાસરાના સૌકોઈનું ધ્યાન રાખે છે અને મુશ્કેલીઓ સામે અડીખમ ઊભી રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK