બોલીવુડની ફિલ્મ પહેલા આ ગુજરાતી ફિલ્મમાં દેખાશે દિવ્યાંગ ઠક્કર, પોસ્ટર રિલીઝ

અમદાવાદ | Jun 13, 2019, 16:31 IST

દિવ્યાંગ ઠક્કર યશરાજ બેનરની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ રોલમાં બોલીવુડના સ્ટાર રણવીરસિંહ દેખાશે. ખુદ રણવીરસિંહે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંગ સાથેનો વીડિયો પોસ્ટ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી.

બોલીવુડની ફિલ્મ પહેલા આ ગુજરાતી ફિલ્મમાં દેખાશે દિવ્યાંગ ઠક્કર, પોસ્ટર રિલીઝ

દિવ્યાંગ ઠક્કર યશરાજ બેનરની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ રોલમાં બોલીવુડના સ્ટાર રણવીરસિંહ દેખાશે. ખુદ રણવીરસિંહે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંગ સાથેનો વીડિયો પોસ્ટ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. દિવ્યાંગ ઠક્કર અને રણવીરસિંહની આ અપકમિંગ ફિલ્મનું નામ જયેશભાઈ જોરદાર છે. જો કે રસપ્રદ વાત એ છે કે દિવ્યાંગ ઠક્કર અને રણવીરસિંહની આ ફિલ્મ પહેલા દિવ્યાંગ એક ગુજરાતી ફિલ્મમાં દેખાશે.

બે યાર બાદ આ હશે અપકમિંગ ફિલ્મ

અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર જે ફિલ્મથી શરૂ થયો તે કેવી રીતે જઈશમાં દિવ્યાંગ ઠક્કર લીડ રોલમાં હતો. જે બાદ તે અભિષેક જૈનની જ બે યારમાં પણ દેખાયો હતો. દિવ્યાંગની આ બંને ફિલ્મો હિટ રહી હતી. જો કે આ બંને ફિલ્મ બાદ લાંબા સમયથી દિવ્યાંગ ગુજરાતી ફિલ્મોમાંથી ગાયબ છે. એક બાદ એક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ત્યારે ફેન્સ પણ દિવ્યાંગની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દિવ્યાંગ ઠક્કરે પોતાની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે.

ફિલ્મનું પોસ્ટર આવ્યું સામે

દિવ્યાંગ ઠક્કર હવે ચાસણી નામની ગુજરાતી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે બોલીવુડના જાણીતા ગુજરાતી અભિનેતા મનોજ જોષી પણ છે. પોસ્ટરમાં મનોજ જોશી અને દિવ્યાંગ ઠક્કર પોતપોતાના સાથી કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં ફિલ્મનું નામ ચાસણી - મીઠાસ જિંદગીની લખેલું છે. પોસ્ટરમાં પ્રેમને લઈને બે ક્વોટ પણ લખ્યા છે. મનોજ જોશી વાળા પોસ્ટરના હિસ્સામાં લખાયું છે, પ્રેમ તેને જ યાદ આવે જે નવરુ હોય, તો દિવ્યાંગના હિસ્સામાં લખાયું છે, પ્રેમ કરવા માટે સમય નહીં લાગણીઓ જોઈએ.

આ પણ વાંચોઃ થઈ જાઓ તૈયાર, આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર

આ ફિલ્મને અભિન્ન અને મંથને ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને મુન્ના શુકુલ, શિખા શર્મા અને જયેશ પટેલ પ્રોડ્યુસ કરી રહ્યા છે. દિવ્યાંગ ઠક્કરની આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK