નીરજ પાન્ડેએ જાહેરાત કરી છે કે તેઓ હવે ‘સ્પેશ્યલ ઑપ્સ યુનિવર્સ’ બનાવી રહ્યા છે. ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’માં કે. કે. મેનન એજન્ટ હિંમત સિંહ તરીકે ફરી આવી રહ્યો છે. આ વિશે નીરજ પાન્ડેએ કહ્યું હતું કે ‘અમે ‘સ્પેશ્યલ ઑપ્સ’ને એક યુનિવર્સ તરીકે રજૂ કરી રહ્યા છીએ જેની સ્ટોરી ટેલિંગ અને સીઝન એકદમ અલગ રહેશે. તેમ જ આ શોમાં દરેક કાસ્ટ ખૂબ જ અનોખી રીતે રજૂ કરવામાં આવશે. દર્શોકોના રિસ્પોન્સને કારણે અમે આ નવી જર્નીની શરૂઆત કરી છે. અમે ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’ને પ્રીક્વલ પણ નહીં અને સીક્વલ પણ નથી બનાવી રહ્યા. આ સીઝનમાં લોકો હિંમત સિંહની સ્ટોરીને ડીટેલમાં જોઈ શકશે. આ સીઝનની સ્ટોરીમાં હિંમત સિંહને નવો કેસ આપવામાં આવશે, પરંતુ એમ છતાં તે પાર્લમેન્ટ અટૅકની સ્ટોરીની આસપાસ રહેશે જેનાથી આ શોની શરૂઆત થઈ હતી. આ શોને ત્રણ એપિસોડમાં રજૂ કરવામાં આવશે અને એ લગભગ એક-એક કલાકના હશે.’
આ વિશે કે. કે. મેનને કહ્યું હતું કે ‘જો તમે એવું માનતા હો કે તમે હિંમત સિંહને પૂરેપૂરી રીતે જોઈ લીધો છે તો તમારે ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’ માટે રાહ જોવી જોઈએ. આ મારી અદ્ભુત સ્ટોરી છે. અમારી ‘સ્પેશ્યલ ઑપ્સ’ની આ પ્રીક્વલ નથી, પરંતુ એમાં એના ઇતિહાસને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવશે. એક ઍક્ટર તરીકે હું અનોખી સ્ટોરી કરવાનો આગ્રહ રાખું છું અને આ એમાંની જ એક છે.’
Milind Soman અને Ankita Konwarના સંબંધને 7 વર્ષ પૂરા થયા, એક્ટરે કહ્યું...
28th February, 2021 10:21 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTAishwarya Raiની આ ડુપ્લિકેટને તમે જોઈ કે નહીં, સોશિયલ મીડિયા પર છે ચર્ચા
27th February, 2021 16:49 ISTહિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી
27th February, 2021 16:13 IST