Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Breaking: દિશા વાકાણી હવે ક્યારેય તારક મહેતામાં નહીં જોવા મળે

Breaking: દિશા વાકાણી હવે ક્યારેય તારક મહેતામાં નહીં જોવા મળે

21 June, 2019 04:37 PM IST | મુંબઈ

Breaking: દિશા વાકાણી હવે ક્યારેય તારક મહેતામાં નહીં જોવા મળે

દયાભાભી હવે નહીં જોવા મળે તારક મહેતામાં

દયાભાભી હવે નહીં જોવા મળે તારક મહેતામાં


દિશા વાકાણી(Disha Vakani) તારક મહેતા(taarak mehta ka ooltah chashmah)માં પાછા નહીં ફરે. મિડ-ડેને મળેલી Exclusive જાણકારી પ્રમાણે દિશા હવે શોમાં ક્યારેય નહીં જોવા મળે. ટીવીના સૌથી વધુ ચાલેલા શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેના પાત્રોના કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને દિશા વાકાણી અને દિલીપ જોશી(Dilip Joshi)ના પાત્રો લોકોના દિલમાં વસેલા છે. જો કે, હવે જે સમાચાર આવ્યા છે તે દિશા વાકાણીના ચાહકો માટે નિરાશાજનક છે. દિશા હવે ક્યારેય આ શોમાં ફરી નહીં જોવા મળે.

દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગયા હતા અને ત્યારથી જ ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વચ્ચે અહેવાલો આવ્યા હતા કે દિશા શોમાં પાછા ફરવાના મૂડમાં નથી. જો કે, બાદમાં અહેવાલો આવ્યા કે તેઓ પાછા ફરી શકે છે. જો કે ટેલીચક્કરના અહેવાલ પ્રમાણે દિશા વાકાણી શોમાં પાછા નહીં ફરે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિશા અને શોના મેકર્સ વચ્ચે સમાધાન નથી થયું. અભિનેત્રીની માંગણીઓ પ્રોડક્શન હાઉસે નથી સ્વીકારી અને તેમણે નવા કલાકારની શોધ ચાલુ કરી દીધી છે.

આ પણ વાંચોઃ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની આવી રહી છે એક્ટિંગની સફર



તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે તારક મહેતાની ટીમે ટીવી અભિનેત્રી અમી ત્રિવેદીનો દયાબેનની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. અમી ત્રિવેદી સજન રે જૂઠ મત બોલો, ચિડિયા ઘર, પાપડપોલ જેવી ધારાવાહિકમાં જોવા મળી ચુક્યા છે. આ માટે વચ્ચે જિયા માણેકનું નામ પણ સાંભળવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી લાંબા સમયથી મેટરનિટી લીવ પર છે. તે પોતાનો સમય પોતાના બાળકને આપવા માગતા હતા. પરિણામે તેઓ રજા પર હતા. જો કે આ દરમિયાન તેમના ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા વારંવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરવાની વિનંતી કરી રહ્યા હતા. જો કે હજી સુધી પ્રોડ્યુસર કે પછી દિશા વાકાણીએ સત્તાવાર રીતે આ મામલે કોઈ જ જાહેરાત થી કરી. ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈતિહાસમાં સૌથી લાંબા ચાલનાર શોમાં સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 04:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK