Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Video: તારક મહેતામાં આવી રીતે થશે દયાની એન્ટ્રી...

Video: તારક મહેતામાં આવી રીતે થશે દયાની એન્ટ્રી...

06 October, 2019 05:20 PM IST | મુંબઈ

Video: તારક મહેતામાં આવી રીતે થશે દયાની એન્ટ્રી...

દિશા વાકાણી

દિશા વાકાણી


આવી ગયા છે દયાબેન શોમાં પાછા..વિશ્વાસ નથી આવતો? તો જોઈ લો આ વીડિયો જે દિશા વાકાણીએ પોતે શેર કર્યો છે. દિશા વાકાણીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે હું જલ્દી જ પાછી આવી રહી છું. જુઓ તમે પણ આ વીડિયો.

 
 
 
View this post on Instagram

Coming Back Soon

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) onOct 6, 2019 at 1:01am PDT




વીડિયોમાં જોવા મળે છે કે સુંદરનો મિત્ર દયાને બોલાવે છે અને ત્યાં જ દિશા વાકાણીની એન્ટ્રી થાય છે. અને તે જેઠાલાલ સાથે ફોન પર વાત કરે છે. દિશા વાકાણીએ શેર કરેલો આ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખુબ જ ખુશી છે. લોકો તેના વીડિયો પર કમેન્ટ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો ત્યારથી તેમના શોમાં પાછા ફરવાની વાતો ચાલી રહી હતી. ચાહકો પણ લાંબા સમયથી તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે તેમની ઈચ્છા પુરી થવા જઈ રહી છે. ખુદ શોના મેકર્સે કન્ફર્મ કર્યું હતું કે દિશા વાકાણી શોમાં પાછા ફરી રહ્યા છે. હવે દિશાએ આ વીડિયો શેર કરતા આ વાતને પુષ્ટિ મળી છે.


આ પણ જુઓઃ જુઓ Bigg Boss 13ના પહેલા અઠવાડિયાના ઉતાર-ચડાવ તસવીરોમાં....

દિશા વાકાણી અને દિલીપ જોશીનું પાત્ર આ કોમેડી શો માટે ખૂબ જ મહત્વના છે. એટલે જ, છેલ્લે બે વર્ષથી બતાવવામાં આવી રહ્યું છે કે દિશા તેમના માતાના ઘરે છે. એવી પણ વાતો આવી હતી કે શોના મેકર્સ અને દિશા વાકાણી વચ્ચે મતભેદો છે. જો કે આસિત કુમારની વાત પરથી એવું લાગી રહ્યું છે એવું નહોતું. તેમણે કહ્યું કે, "દિશા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ક્યારેય કોઈ નકારાત્મક વાત નથી થઈ. અમે હંમેશા તેને શોમાં પાછા ફરવાનો આગ્રહ કરતા હતા. અમે બે વર્ષ દયાબેન વગર વાર્તાને આગળ વધારી, પરંતુ અમે ચોક્કસથી ઈચ્છીએ છે કે તેઓ શોમાં પાછા આવે."


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 05:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK