દિશા પટણીના પિતા કોરોના સંક્રમિત થયા હોવાની માત્ર અફવાઓ

Published: Aug 06, 2020, 17:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીની ટીમે જગદીશ પટણીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ હોવાની વાતનું કર્યું ખંડન

દિશા પટણી પિતા સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
દિશા પટણી પિતા સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

અભિનેત્રી દિશા પટણી (Disha Patani)ના પિતા જગદિશ ચંદ્ર પટણી (Jagdish Chandra Patani) કોરોના વાયરસ (COVID-19) પૉઝિટિવ હોવાની ચર્ચાએ ગઈકાલ એટલે કે બુધવાર રાતથી જોર પકડયું હતું. પરંતુ તેઓ કોરોના સંક્રમિત નથી તેમ અભિનેત્રી ટીમનું કહેવું છે.

દિશા પટણીના પિતા જગદિશ પટણી વીજ વિભાગમાં કામ કરે છે. દિશાના પિતા વીજ વિભાગના વિજિલેન્સ યૂનિટમાં ડેપ્યુટી એસપીના પદ પર છે. બુધવાર રાતથી એવા સમાચાર વહેતા થયા હતા કે, જગદિશ સિવાય વીજ વિભાગના ત્રણ અધિકારીઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. જોકે, અભિનેત્રી દિશા પટનીની ટીમે આવા તમામ અહેવાલોને નકારી દીધા છે. તેમજ એક નિવેદનમાં કહ્યું છે કે, જગદિશ પટણી એકદમ સ્વસ્થ છે. અભિનેત્રીના નજીકના લોકોનું પણ આ જ કહેવું છે.

દિશા પટણી અત્યારે મુંબઈમાં બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે લૉકડાઉનનો ઉત્તમ સમય પસાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં બૉલીવુડ અને ટેલિવિઝનના અનેક સેલેબ્ઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરનો પરિવાર, કનિકા કપૂર, અભિજીત ભટ્ટાચાર્યનો દીકરો, મોહેના સિંહ, પાર્થ સમથાન, શ્રેણુ પરીખ સહિત અનેક સેલેબ્ઝ સામેલ છે. જોકે, મોટાભાગના સેલેબ્ઝ કોરોના સામેની જંગ જીતી ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK