બાગી 3ના સેટ પરથી સામે આવ્યો દિશા પટણીનો લૂક, જુઓ વીડિયો....

Updated: Jan 09, 2020, 18:18 IST | Mumbai Desk

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી નવા વર્ષની શરૂઆત કેટલાય નવા પ્રૉજેક્ટ્સ સાથે કરશે.

સાજિદે જે વીડિયો શૅર કર્યો છે તેમાં દિશા પટણી વેનિટી વેનમાં દેખાય છે અને ફેન્સને કહે છે કે-Hi Guys, its time for Baaghi 3.

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી નવા વર્ષની શરૂઆત કેટલાય નવા પ્રૉજેક્ટ્સ સાથે કરશે. આ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલ તે ફિલ્મ બાગીના ત્રીજા પાર્ટની તૈયારી કરી રહી છે. આ સતત બીજીવાર છે જ્યારે તે બાગીમાં કામ કરી રહી છે.

બાગી 2માં દિશા પોતાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રૉફ સાથે જોવા મળી હતી. હવે તે આના ત્રીજા પાર્ટમાં પણ ટાઇગર શ્રૉફ સાથે દેખાશે. ફિલ્મના પ્રૉડ્યૂસર સાજિદ નડિયાદવાળાએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો બાગી 3ના સેટનો છે. સાજિદે વીડિયો શૅર કરતાં લખ્યું, "Time for a small sneak-peak from the sets of #Baaghi3 Looks like the Baaghi fever just got higher!"

સાજિદે જે વીડિયો શૅર કર્યો છે તેમાં દિશા વેનિટી વેનમાં દેખાઇ રહી છે અને ફેન્સને કહી રહી છે-"Hi Guys, it’s time for Baaghi 3." દિશા વીડિયોમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે અને તેના કર્લી હૅર પણ ખૂબ જ સરસ લાગે છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

બાગી 3 અહમદ ખાન બનાવી રહ્યા છે અને આમાં રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, આશુતોષ રાણા અને સતીશ કૌશિક દેખાઇ રહ્યા છે. બાગી 3 સિવાય દિશા પટણી બોલીવુડ એક્ટર અનિલ કપૂર સાથે ફિલ્મ મલંગમાં દેખાશે. મલંગમાં આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમૂ પણ દેખાશે. મલંગ ફેબ્રુઆરી 2020માં રિલીઝ થશે.

 • 1/19
  દિશા પટણીની જન્મ 13 જૂન 1992માં બરેલીમાં થયો. દિશા પટણીએ બીટેકના બીજા વર્ષમાં ભણવાનું છોડી દીધું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશાને એરફોર્સ પાઇલટ બનવું હતું, બોલીવુડમાં 'એમ એસ ધોની' ફિલ્મથી ડેબ્યૂ કરીને તેણે બોલીવુડમાં લોકપ્રિયતા મેળવી છે.

 • 2/19
  દિશા પટણીએ બોલીવુડમાં સુશાંત સિંહ સ્ટારર ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી ડેબ્યૂ કર્યો હતો. જો કે તે ફિલ્મમાં તેનો ઘણો સારો રોલ હતો અને તેનું પાત્ર પણ ખૂબ જ વખણાયું હતું ખાસ તો તેનું ગીત "કોન તુઝે" ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. દિશા જેણે મહેન્દ્ર સિંહ ધોનીની ગર્લ ફ્રેન્ડ, પ્રિયંકા ઝા જે કાર એક્સિજેન્ટમાં મૃત્યુ પામે છે તેનું પાત્ર ભજવ્યું હતું.

 • 3/19
  2016 એમ એસ ધોની પછી દિશા પટણી કુંગફુ યોગામાં સોનુ સૂદ સાથે અને ઇન્ટરનેશનલ લેજેન્ડ જેકી ચેન સાથે 2017માં જોવા મળી હતી. 

 • 4/19
  દિશા પટણી એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે ખૂબ જ ઓછા સમયમાં વધુ લોકપ્રિયતા મેળવી છે.

 • 5/19
  સોશિયલ મીડિયા પરની લોકપ્રિય અભિનેત્રી દિશા પટણી પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે પોતાના ગોર્જિયસ ફોટોઝ, તેમડ ડાન્સ અને વર્કાઉટની તસવીરો અને વીડિયોઝ શેર કરતી હોય છે.

 • 6/19
  દિશા પટણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે સ્ટ્રોન્ગર રોલ્સની રાહ જોતી હોય છે. તે કોઇપણ ફિલ્મો સ્વીકારી લેતી નથી. માત્ર લોકોની નજરમાં રહેવા માટે તે બધી જ ફિલ્મો કરતી નથી.

 • 7/19
  દિશા પટણીએ એ પણ જણાવ્યું કે જ્યારે તેણે ભણવાનું છોડ્યું ત્યારે ઘણા લોકોએ તેને ડિસ્કરેજ કરી જ્યારે તેણે ફિલ્મો કરવાનું નક્કી કર્યું છતાં તેણે વિવેચકોને મૌન દ્વારા જ જવાબ આપ્યો.

 • 8/19
  "જો મને કોઇ કહે કે તારાથી આ નહીં થઇ શકે, તો મને મોટીવેશન મળે છે. અને હું એવું અનુભવું છું કે મારે હવે આ કરવું જ જોઇએ. લોકો સતત નિર્ણયો આપતાં રહે છે પણ અંતે તમે પોતે જ તમને ઓળખો છો." દિશા પટણીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું.

 • 9/19
  એક પછી એક સતત બે કમર્શિયલ ફિલ્મો આફ્યા પછી દિશા પટણીએ કહ્યું કે "હું જાણું છું કે આ ખૂબ જ જલ્દી છે જ્યારે હું વધારે માગી રહી છું. મેં માત્ર શરૂઆત કરી છે. પણ હા, ભવિષ્યમાં મારે એવા પાત્ર ભજવવા છે જે છોકરીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરે. હું ઇચ્છું છું કે છોકરીઓ જાણે કે તે પણ છોકરાઓ જેટલી જ સ્ટ્રોન્ગ છે."

 • 10/19
  દિશા પટણીએ એક ટી સિરીઝ સિંગલ બે ફિકરે પણ કરી છે, ટાઇગર શ્રોફ સાથે. બન્નેની કેમેસ્ટ્રી આ ગીતમાં જોવા મળે છે અને તેનાથી એવી બાબતો પણ ફેલાઇ કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 • 11/19
  છતાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી એકબીજાને સ્પેશિયલ ફ્રેન્ડ તરીકે ઓળખાવે છે.

 • 12/19
  દિશા તેની અમેઝિંગ ડાન્સ કળામાં લોકપ્રિય છે અને તે તેની રોજની એક્સર્સાઇઝ પણ ડાન્સ સાથે કરતી હોય છે. તે સતત પોતાના ડાન્સ વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. દિશાએ કહ્યું કે, "હું આ શોખ તરીકે કરું છું. મને ડાન્સ ગમે છે અને મારે ડાન્સના જુદાં જુદાં ફોર્મ્સ શીખવા છે."

 • 13/19
  જ્યારે તેને તેનામાં રહેલી નેગેટિવ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે,"I am socially super awkward but I can fake it well."

 • 14/19
  દિશા પટણી એવી અભિનેત્રીઓમાંની એક છે જ્યારે ક્યારે પ્રોયોગો કરવાથી ગભરાતી નથી. તેની પસંદગી જ એવી છે જે તેને અન્ય કરતા જુદી પાડે છે.

 • 15/19
  દિશાએ પોતાની પર્સનલ સ્ટાઇલ વિશે જણાવતાં કહ્યું કે, "હું એ જ પહેરું છું જે મને ગમે છે. મને સ્ટાઇલ ફેશન અને ટ્રેન્ડ વિશે બહુ જાણવામાં કોઇ જ રસ નથી. મારી પાસે ખૂબ જ સારી ટીમ છે મારા મેકઅપ અને સ્ટાઇલિંગ માટે, અને તે લોકો સારા આઇડિયાઝ આપતાં હોય છે. "

 • 16/19
  દિશા પટણીએ પોતે જ કહ્યું કે તે ખૂબ જ શરમાળ અને અતંર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. તેને રેમ્પ પર ચાલતી વખતે નર્વસ થઇ જવાની ટેવ છે. પણ છતાં તે સતત પ્રયત્ન કરે છે તે પોતાના કામને 100 ટકા આપે અને બીજી બાબતોને ઇગ્નોર કરે. 

 • 17/19
  તેણે પોતે આ બાબતે ઉમેરતાં કહ્યું કે, હું ખૂબ જ શરમાળ પ્રકૃતિની હોવાથી, મને પોતાને ક્યારેય જજ કરી શકતી નથી કે હું કેવી એક્ટિંગ કરું છું, તો મને નથી ખબર કે હું કેવી એક્ટિંગ કરું છું, અને હું મારી ભજવેલી ફિલ્મો પણ જોતી નથી. 

 • 18/19
  દિશા પટણીની ફિલ્મ ભારત આજે રિલીઝ થઇ ગઇ છે જે બૉક્સ ઑફિસ પર ધમાલ માચાવી રહી છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને સલમાન ખાન મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે દિશા પટણી ખૂબ જ નાનકડાં રોલ માટે આ ફિલ્મમાં જોવા મળી છે. 

 • 19/19
  તેની ફિલ્મ અને આગામી જીવન માટે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK