એક વિલન રિટર્ન્સનું શૂટિંગ શરૂ કર્યું દિશાએ
એક વિલન રિટર્ન્સનું શૂટિંગ શરૂ કર્યું દિશાએ
દિશા પાટણીએ ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ ૨૦૧૪માં આવેલી ‘એક વિલન’ની સીક્વલ છે. ફિલ્મમાં દિશાની સાથે જૉન એબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૨ની ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મને એકતા કપૂર અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે અને મોહિત સૂરિ ડિરેક્ટ કરશે. દિશાએ પોતાનો એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેની પીઠ દેખાય છે. તેણે બ્લૅક જૅકેટ પહેર્યું છે જેના પર ‘એક વિલન રિટર્ન્સ’ લખેલું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી કે ‘અને આ રીતે અમે શરૂઆત કરી છે.’