દિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ

Published: Jul 13, 2019, 17:10 IST

દિશા પટણીએ બેક ફ્લિપ મારતો પોતાનો વીડિયો શેર કર્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ
દિશા પટણીએ કર્યું એવું કાંઈક, જોઈને રહી જશો દંગ

ફિલ્મ ભારતમાં સર્કસના માધ્યમથી એક્શન કરનારી અભિનેત્રી દિશા પટણી ફરી એકવાર રિયલ લાઈફમાં એક્શન કરતી નજર આવી રહી છે. મહત્વનું છે કે દિશા પટણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે કોઈનો પણ સહારો લીધા વગર બેક ફ્લિપ મારતી નજર આવી રહી છે.


દિશાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે દિશા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક છે અને ફિટ રહેવા માટે જીમમાં ખૂબ પસીનો વહાવે છે. આ સિવાય તે સોશિયલ મીડિયામાં પોતાની ફિટનેસ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. આ વીડિયો પોસ્ટ કરીને દિશાએ લખ્યું છે કે, 'બેકફ્લિપ મારવાનો આ પહેલો પ્રયાસ છે.  હજી પણ તેના પર ખૂબ કામ કરવાની જરૂર છે પણ કમ સે કમ મારો ડર દૂર થઈ ગયો છે. દરેક દિવસ જીવનમાં બદલાવ લાવે છે અને હું જિદ્દી તો છું જ.'

આ પણ વાંચોઃ દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

દિશા પટણી હાલમાં જ ફિલ્મ ભારતમાં નજર આવી હતી. આ ફિલ્મમાં તેણે સર્કસમાં કામ કરતી છોકરીની ભૂમિકા નિભાવી હતી. દિશાનો બેક ફ્લિપ કરતો વીડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તે 20 લાખ કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK