દિશા પટણીએ ફિલ્મ વૉરને લઇને કહી મહત્વની વાત...

Published: Oct 02, 2019, 20:42 IST | મુંબઈ ડેસ્ક

હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફની ફિલ્મ વૉર ગાંધી જયંતિના અવસરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આ બન્ને અભિનેતા સિવાય વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

વૉર
વૉર

ફિલ્મ અભિનેત્રી દિશા પટણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે ટાઇગર શ્રૉફની જોડી આમની સાથે ખૂબ જ સરસ લાગશે અને બન્ને એક બેસ્ટ કપલ તરીકે દેખાશે. દિશા પટણી બીજા કોઇની નહીં પણ ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશનની વાત કરે છે. નોંધનીય છે કે હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફની ફિલ્મ વૉર ગાંધી જયંતિના અવસરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આ બન્ને અભિનેતા સિવાય વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

Disha Patani

દિશા પટણીએ ફિલ્મ જોયા પછી ફિલ્મના વખાણ કરતાં આ વાતો કહી છે. દિશાએ લખ્યું છે કે, "મેં બોલીવુડની અત્યાર સુધીની સૌથી જબરજસ્ત જોડી જોઈ છે. તમે બન્ને જબરજસ્ત છો." તેની સાથે જ તેણે એક પોસ્ટ કરી છે. જેમાં હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફ દેખાય છે. દિશા ટૂંક સમયમાં જ ફિલ્મ મલંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય આદિત્ય રૉય કપૂરની ભૂમિકા છે. તો ટાઇગર શ્રૉફ હવે ફિલ્મ બાગી 3માં શ્રદ્ધા કપૂર સાથે દેખાશે.

ટાઇગર શ્રૉફ અને દિશા પટણી એક સમયે રિલેશનશિપમાં હતા. જો કે તેમણે ક્યારેય આ બાબતનો સ્વીકાર કર્યો નહીં. તેના પછી ચર્ચાએ હતી કે બન્નેએ પોતાના રસ્તા જુદા કરી દીધા છે. જો કે, તાજેતરમાં જ થયેલી ફિલ્મોની સ્ક્રીનિંગમાં હાલ બન્ને સાથે દેખાયા હતા. ટાઇગર શ્રૉફ અને દિશા પટણ ફિલ્મ બાગીમાં એક સાથે કામ કરી ચૂક્યા છે. દિશા પટણીની આ વાતથી ખબર પડે છે કે બન્નેએ ભલે પોતાના રસ્તા જુદા કરી દીધા હોય પણ બન્નેના મનમાં એકબીજા પ્રત્યે વેર ભાવના નથી.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

ફિલ્મ વૉરની કમાણીમાં પહેલા દિવસે બંપર ઓપનિંગ થવાની વાતો થઈ રહી છે. આ વાતના પણ અનુમાનો લગાડવામાં આવી રહ્યા છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર જબરજસ્ત વ્યાપાર કરવાનું ચાલુ રાખે..

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK