Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઈગર શ્રોફને ગમે છે દિશા પટણીનો સ્વિમસ્યૂટ લૂક, આ છે પુરાવો

ટાઈગર શ્રોફને ગમે છે દિશા પટણીનો સ્વિમસ્યૂટ લૂક, આ છે પુરાવો

26 March, 2019 08:25 PM IST |

ટાઈગર શ્રોફને ગમે છે દિશા પટણીનો સ્વિમસ્યૂટ લૂક, આ છે પુરાવો

દિશા પટણીનું લેટેસ્ટ ફોટોશૂટ

દિશા પટણીનું લેટેસ્ટ ફોટોશૂટ


દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર કમબેક કર્યું છે. આ લેટેસ્ટ પોસ્ટમાં દિશા પટણી પિંક સ્વિમસ્યૂટમાં હોટ લાગી રહી છે. દિશા પટણી એક જાણીતી લક્ઝરી ફેશન બ્રાન્ડની એમ્બેસેડર છે. તે સમયાંતરે સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડે સ્વિમસ્યૂટવાળા ફોટો પોસ્ટ કરીને લખ્યું છે,'Hello, Summer! '

 
 
 
View this post on Instagram

Hello, Summer! ☀️ #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) onMar 25, 2019 at 12:12am PDT




 

દિશા પટણીના હાર્ડકોર ફેન્સને તરત જ ખબર પડી જશે કે આ ફોટો તેના પાછલા ફોટોઝ કરતા થોડો જુદો છે. શું જુદું છે ? આ ફોટો પર દિશા પટણીના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની કમેન્ટ છે. સામાન્ય રીતે ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાથી દૂર રહે છે, અને પોતાની ફિલ્મો વિશે જ માહિતી પોસ્ટ કરે છે. પરંતુ આ વખતે ટાઈગર દિશા પટણીના ફોટો પર કમેન્ટ કરવાથી જાતને રોકી નથી શક્યો.


ટાઈગર શ્રોફને દિશા પટણીનો આ ફોટો જબરજસ્ત હોટ લાગ્યો છે. જુઓ આ છે પુરાવો

DISHA PATNI TIGER COMMENT

લાગી રહ્યું છે કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ હવે પોતાની રિલેશનશિપને જાહેર કરી રહ્યા છે. બંને એક્ટર્સ ક્યારેક લંચ તો ક્યારેક ડિનર પર સાથે જોવા મળે છે. તેઓ કેટલીક મહત્વની ઈવેન્ટ્સ અને હાઈપ્રોફાઈલ વેડિંગ્સમાં પણ સાથે જતા જોવા મળે છે.

જો કે દિશા પટણી આ મામલે કોઈ ખુલાસો કરતી નથી અને મૌન જ રહે છે. પરંતુ ટાઈગર શ્રોફ દિશા સાથેના સંબંધો અંગે ક્યારેક ખુલીને બોલવા લાગ્યા છે. જો કે તે જો તેણે ખુલાસો નથી કર્યો અને તે હંમેશા કહેતો રહે છે કે અમે ખાલી મિત્રો છીએ. દિશા ક્યારેક ક્યારેક ટાઈગરની માતા આયેશા શ્રોફ અને બહેન ક્રિષ્ના શ્રોફ સાથે જોવા મળે છે. અને તેઓ એકબીજાની સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ જોવા મળે છે.

તાજેતરમાં ટાઈગર શ્રોફના પિતા જેકી શ્રોફે પણ ટાઈગર અને દિશાની રિલેશનશિપ વિશે વાત કરી હતી. જો કે પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો દિશા પટણી હાલ મોહિત સુરીની મલંગ ફિલ્મ કરી રહી છે, જેમાં તેની સામે આદિત્ય રોય કપૂર છે. સાથે જ સલમાન ખાનની ભારત ફિલ્મમાં ટ્રેપેઝ ડાન્સરનો રોલ કરી રહી છે.

આ પણ વાંચોઃ ટાઇગરને મળી ગઈ દિશા, વેલેન્ટાઇન્સ ડે પર કર્યું પ્રપોઝ ને જવાબ મળ્યો હા

ટાઈગર શ્રોફ હાલ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરનું શૂટિંગ કરી રહ્યા છે. તો તે યશ રાજ ફિલ્મની હ્રિતિક વિ. ટાઈગર, રેમ્બો અને બાગી 3માં પણ દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2019 08:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK