Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિતિક અને ટાઈગરની કેમેસ્ટ્રી જોઈ દિશાનો થયો આવો હાલ, બન્યા આવા મીમ્સ

રિતિક અને ટાઈગરની કેમેસ્ટ્રી જોઈ દિશાનો થયો આવો હાલ, બન્યા આવા મીમ્સ

28 August, 2019 05:57 PM IST | મુંબઈ

રિતિક અને ટાઈગરની કેમેસ્ટ્રી જોઈ દિશાનો થયો આવો હાલ, બન્યા આવા મીમ્સ

રિતિક અને ટાઈગરની કેમેસ્ટ્રી જોઈ દિશાનો થયો આવો હાલ

રિતિક અને ટાઈગરની કેમેસ્ટ્રી જોઈ દિશાનો થયો આવો હાલ


રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વૉરનું ટ્રેલર 27 ઑગસ્ટે રીલિઝ થયું હતું અને આવતાની સાથે જ ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી. ખતરનાક સ્ટંટ કરીને રિતિક અને ટાઈગરે સૌના દિલ જીતી લીધા છે. અને કાંઈક આવી જ હાલત ટાઈગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટાણીની પણ થઈ.

ટાઈગરે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું જેને જોયા બાદ દિશાએ લખ્યું કે આ તો પાગલપન છે. અનેક સેલેબ્સે વૉરના ટ્રેલર પર રીએક્ટ કર્યું છે. વૉર એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં રિતિક અને ટાઈગર, ગુરૂ શિષ્યની ભૂમિકામાં છે. કેટલાક કારણોથી રિતિકનું કિરદાર બળવો કરે છે અને ટાઈગર તેને પકડવા તેની પાછળ જાય છે. આ બંનેનો ટકરાવ અને જબરદસ્ત એક્શન ફિલ્મની હાઈલાઈટ છે. ફિલ્મમાં વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.




રિતિક અને ટાઈગરની આ વર્ષની આ બીજી રિલિઝ થનારી ફિલ્મ હશે. રિતિકની સુપર 30એ સારું પ્રદર્શન કર્યું જ્યારે ટાઈગરની સ્ટૂડન્ટ ઑફ ધ યર એવરેજ રહી. સોશિયલ મીડિયામાં પણ વૉરને લઈને ખૂબ જ જોશ જોવા મળી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર આવતા જ મજેદાર મીમ્સ પણ સામે આવ્યા છે.



Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 05:57 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK