Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છોકરી હોવાનો અહેસાસ કરાવે એવા બૉયફ્રેન્ડને શોધી રહી છું : દિશા પટણી

છોકરી હોવાનો અહેસાસ કરાવે એવા બૉયફ્રેન્ડને શોધી રહી છું : દિશા પટણી

03 February, 2020 03:01 PM IST | Mumbai

છોકરી હોવાનો અહેસાસ કરાવે એવા બૉયફ્રેન્ડને શોધી રહી છું : દિશા પટણી

દિશા પટણી

દિશા પટણી


દિશા પટણીની ઇચ્છા છે કે તેને એવો સાથી મળે જે તેને છોકરી હોવાનો અનુભવ કરાવી શકે. તેની ‘મલંગ’ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ડિરેક્ટર મોહિત સુરીની આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમુ જોવા મળશે. તાજેતરમાં જ પ્રેમની વ્યાખ્યા આપતા દિશાએ કહ્યું હતું કે ‘પ્રેમ ખૂબ જરૂરી છે અને એનાથી પ્રેરણાં પણ મળે છે. લાઇફમાં તમે જે કંઈ પણ કરો છો એ કાં તો પ્રેમ માટે કાં તો પ્રેમને કારણે કરો છો. પ્રેમ વગર કેવી રીતે રહી શકાય?’

પહેલી નજરે પ્રેમમાં પડવાને અગત્યનું જણાવતાં દિશાએ કહ્યું હતું કે ‘હું પહેલી નજરનાં પ્રેમમાં પડી ચુકી છું. મારા માટે પ્રેમ થવો એ જરૂરી છે. પહેલા દિવસે બટરફ્લાઇ જેવી જે ફિલીંગ આવે છે એ મને ખૂબ પસંદ છે. જો પહેલા દિવસે એવો કોઈ અહેસાસ ન થાય તો એનો અર્થ એ કે પ્રેમ જેવુ કશુ જ નથી.’



ટ્રુ લવ વિશે દિશાએ કહ્યું હતું કે ‘મને છોકરી હોવાનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે હું રિલેશનશિપમાં હોઉં છું. હું એક એવા વ્યક્તિની શોધમાં છું જે મને છોકરી હોવાનો અનુભવ કરાવે. જોકે મારા હાર્ટ બ્રેક બાદ હું ભાંગી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 03:01 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK