Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ દરમિયાન દિશા પટાણીને થઈ ઇજા, ઇંજેક્શન લેતો વીડિયો વાયરલ

શૂટિંગ દરમિયાન દિશા પટાણીને થઈ ઇજા, ઇંજેક્શન લેતો વીડિયો વાયરલ

22 June, 2019 04:43 PM IST |

શૂટિંગ દરમિયાન દિશા પટાણીને થઈ ઇજા, ઇંજેક્શન લેતો વીડિયો વાયરલ

દિશા પટાણી

દિશા પટાણી


બોલીવુડ અભિનેત્રી દિશા પટાણી 'ભારત'ની સફળતા બાદ હવે પોતાની આગામી ફિલ્મ 'મલંગ'ની શૂટિંગમાં વ્યસ્ત છે.

બોલીવુડ અભિનેત્રી દિશા પટાણી ફિલ્મ ભારતની સફળતા બાદ હવે પોતાની આગામી ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિશા, આદિત્ય રૉય કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. પણ ફિલ્મ સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં દિશા ઇન્જેક્શન લગાવડાવતી દેખાય છે.




ફિલ્મના સીનના શૂટિંગ દરમિયાન થઈ ઇજા
મળતી માહિતી પ્રમાણે દિશાને ફિલ્મના સીનના શૂટિંગ દરમિયાન ઇજા થઈ છે. જોકે ઇજા થયા બાદ તેને તરત જ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. એક વેબસાઇટ સાથે વાત કરતાં ફિલ્મના એક વ્યક્તિએ જણાવ્યું કે દિશાને મલંગના એક સીનના શૂટિંગ દરમિયાન ઇજા થઈ છે. પણ અભિનેત્રીને તરત જ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી જેના પછી તે હવે તે સ્વસ્થ અનુભવે છે. તે ટૂંક સમયમાં જ સેટ પર પાછી આવશે.


 
 
 
View this post on Instagram

Training for something special #malang?

A post shared by disha patani (paatni) (@dishapatani) onMay 5, 2019 at 3:27am PDT

 
 
 
View this post on Instagram

Chilling with my lovely @dimplekotecha ? choreography @lando_coffy

A post shared by disha patani (paatni) (@dishapatani) onJun 20, 2019 at 8:06am PDT

ભારતના શૂટિંગ દરમિયાન પણ ઘૂંટણમાં થઈ હતી ઇજા
આ પહેલા દિશાને ભારતના શૂટિંગ દરમિયાન ઘૂંટણમાં ઇજા થઈ હતી. ભારતમાં એક સ્ટન્ટ સીન શૂટિંગ કરતી વખતે ઇજા થઈ હતી જે હજી સુધી સંપૂર્ણપણે બરાબર થઈ નથી. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં દિશાએ જણાવ્યું હતું કે ભારતમાં તેણે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ કર્યું હતું. દરમિયાન તેના ઘૂંટણમાં પણ ઇજા થઈ હતી જે હજી સુધી બરાબર થઈ નથી. એવામાં તેને બીજી ઇજા થઈ છે.

આ પણ વાંચો : 200 કરોડના લગ્નમાં કેટરીનાએ કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ભારત વિશે વાત કરતાં તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને કેટરીના સાથે ફિલ્મમાં એક પણ સીન શૂટ કરવા ન મળ્યો હોવાથી તેને તે વાતનું દુઃખ લાગ્યું છે એટલું જ નહીં તેણે આ પણ ખુલાસો કર્યો કે તે કેટરીના કૈફની મોટી ચાહક પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 04:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK