મહેશ ભટ્ટને મળી ગયો નવો સુપરસ્ટાર?

Published: Feb 03, 2020, 15:01 IST | Harsh Desai | Mumbai

બૉલીવુડમાં મહેશ ભટ્ટ ટેલેન્ટ પારખવાની માટે જાણીતા છે. તેમણે હાલમાં જ એક નવા ચહેરાને લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે જેને તેઓ નવા સુપરસ્ટાર તરીકે ગણાવી રહ્યાં છે.

મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટ

બૉલીવુડમાં મહેશ ભટ્ટ ટેલેન્ટ પારખવાની માટે જાણીતા છે. તેમણે હાલમાં જ એક નવા ચહેરાને લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે જેને તેઓ નવા સુપરસ્ટાર તરીકે ગણાવી રહ્યાં છે. મહેશ ભટ્ટ નવી સિરિયલ ‘દિલ જૈસે ધડકે... ધડકને દો’ લઈને આવી રહ્યાં છે. સ્ટાર પર શરૂ થઈ રહેલાં આ શોમાં યુગના પાત્ર માટે ચાઇલ્ડ આર્ટિસ્ટ માસ્ટર જેરેડ આલબર્ટ સેવેઇલને પસંદ કરવામાં આવ્યો છે. છ‍ વર્ષનો જેરેડ આ શોમાં ખૂબ જ મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યો છે. બે બાળકોની આ સ્ટોરી છે જેમને તેમના મિત્રો સાથે સમય પસાર કરવાનું ગમતું હોય છે, પરંતુ એમ છતાં ડેસ્ટીની તેમની સાથે કેવા ખેલ ખેલે છે એ આ શોમાં જોવું રહ્યું. પાત્ર ભજવવાની સાથે જેરેડે આ શોમાં રૅપિંગ પણ કર્યું છે. આ રૅપ રામલીલા પર આધારિત છે. રામાયણની સ્ટોરીને એક બાળક રૅપ-સૉન્ગ દ્વારા નરેટ કરતો જોવા મળશે. આ વિશે મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘હું એક-બે કિલોમિટર દૂરથી સ્ટારને ઓળખી લઉં છું. જેરેડ ફક્ત સ્ટાર નથી તે રોક-સ્ટાર છે. તે યુગના પાત્ર માટે ખૂબ જ બંધબેસે છે. તે ફક્ત એક નવો ચાઇલ્ડ આર્ટિસ્ટ નથી. તેની અંદર બાળકો જેવું ઇનોસન્સ અને આપણે જે સયમાં જીવી રહ્યાં છે એમાં ટકી રહેવાની તેનામાં ક્ષમતા મને દેખાય છે. તેની ઍક્ટિંગ પ્રત્યેના ડેડિકેશનને જોઈને અમે બધા સ્તબ્ધ થઈ ગયા છીએ. શૂટિંગ દરમ્યાન તેના પર્ફોર્મન્સને લઈને ઇનોસન્ટ સવાલો પણ ખૂબ જ અદ્ભુત રહેતાં હતાં. પ્રેરણા માટેની તે ગંગોત્રી છે. તેનું રૅપ-સૉન્ગ જોઈને જ તમને અહેસાસ થઈ જશે કે સુપર સ્ટારડેમ તેની ડેસ્ટીની છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK