Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અપકમિંગ ગુજરાતી ફિલ્મને લઈ ચંદ્રેશ ભટ્ટે અમિત ત્રિવેદી સાથે કરી મુલાકાત

અપકમિંગ ગુજરાતી ફિલ્મને લઈ ચંદ્રેશ ભટ્ટે અમિત ત્રિવેદી સાથે કરી મુલાકાત

20 August, 2019 07:38 PM IST | મુંબઈ

અપકમિંગ ગુજરાતી ફિલ્મને લઈ ચંદ્રેશ ભટ્ટે અમિત ત્રિવેદી સાથે કરી મુલાકાત

અમિત ત્રિવેદી, નિરેન ભટ્ટ અને ચંદ્રેશ ભટ્ટ

અમિત ત્રિવેદી, નિરેન ભટ્ટ અને ચંદ્રેશ ભટ્ટ


હાલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો બોલીવુડગમન કરી રહ્યા છે. પ્રતીક ગાંધી, દિવ્યાંગ ઠક્કર, હાર્દિક સંગાણી જેવા સંખ્યાબંધ કલાકારો બોલીવુડની ફિલ્મો કરી રહ્યા છે. ત્યારે એક અપકમિંગ ગુજરાતી ફિલ્મમાં બોલીવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદી મ્યુઝિક આપી રહ્યા છે. એક તરફ ગુજરાતી કલાકારો બોલીવુડમાં કામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમિત ત્રિવેદી પોતાની માતૃભાષાની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ આ અનટાઈલ્ડ ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ અને ગુજરાતી લિરિસિસ્ટ નિરેન ભટ્ટે ફિલ્મના મ્યુઝિકની ચર્ચા માટે અમિત ત્રિવેદી સાથે મુલાકાત કરી.

આ મુલાકાત બાદ ચંદ્રેશ ભટ્ટનું કહેવું છે કે,'છેલ્લા કેટલાક મહિનાઓમાં ફિલ્મના મ્યુઝિક અંગે ચર્ચા કરવા હું અમિત ત્રિવેદીને ઘણીવાર મળ્યો છું, એટલે જ હું કહી શકું છું કે હું તેમના જવા નમ્ર વ્યક્તિને ક્યારેય નથી મળ્યો. તેઓ ફિલ્મ માટે ઓલરેડી કેટલાક ટ્રેક કમ્પોઝ કરી ચૂક્યા છે, અને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે અમે ગુજરાતી દર્શકો માટે કંઈક ખાસ લાવી રહ્યા છીએ. નિરેન ભટ્ટ અને અમિત ત્રિવેદી જેવા શાનદાર કલાકારો સાથે કામ કરવાનો મને ગર્વ છે.'



તો આ ફિલ્મ માટે ગીતો લખી રહેલા નિરેન ભટ્ટનું પણ કહેવું છે કે,'અમિત સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. મને તેમનું મ્યુઝિક ગમે છે, અને તેમની સાથે કામ કરવાની તક મળવાથી મને તેમની ક્રિએટિવ પ્રોસેસ નજીકથી જોવાની તક મળી છે. તેમની પાસે ઘણા નવા આઈડિયા હોય છે. અને તેઓ દરેક ગીતની ડિટેઈલમાં ધ્યાન આપે છે. તો ચંદ્રેશભાઈ સાથે મારા સંબંધો ખૂબ જ ખાસ છે.
અમે બંને એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. મેં અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી તેનો તે ભાગ રહ્યા છે. તે મારા ખાસ મિત્ર છે. મિત્રની ફિલ્મ માટે ગીતો લખવા એ મજાની વાત છે, કારણ કે અમારી વેવલેન્થ મેચ થાય છે.'


Esha Kansara:જુઓ બર્થ ડે ગર્લના મનમોહક અંદાજ

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી ચંદ્રેશ ભટ્ટ ડિરેક્શનમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીક્ષા જોશી અને એશા કંસારાની સાથે ગૌરવ પાસવાલા લીડ રોલમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 07:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK