અલી અબ્બાસ ઝફરે લગ્ન કરી લીધા છે. જોકે તેણે તેની વાઇફની ઓળખ છુપાવી રાખી છે. આ વાત લોકોને જાણ થતાં સૌ કોઈ તેમને શુભેચ્છા આપી રહ્યા છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે લોકડાઉન દરમ્યાન લગ્ન કરી લીધા છે. અલી અબ્બાસ ઝફરે ‘ટાઇગર ઝીંદા હૈ’, ‘સુલ્તાન’ અને ‘ભારત’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. લગ્નની એક ઝલક ઝફરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોમાં બન્નેએ એક બીજાનાં હાથ પકડી રાખ્યા છે. આ ફોટોને શેર કરીને અલી અબ્બાસ ઝફરે માત્ર બિસ્મીલ્લાહ લખ્યુ છે. તેણે ના તો વાઇફનું નામ જાહેર કર્યુ છે અને ના તો તેનો ચહેરો દેખાડ્યો છે. આમ છતાં લોકોને તેનાં હમસફર વિશે જાણવાની ઉત્કંઠા તો રહેવાની જ છે. હવે જોવુ રહ્યું કે અલી અબ્બાસ ઝફર ક્યારે તેની વાઇફનો ચહેરો દેખાડશે.
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST