દીપિકાએ હવે ઇન્ટરનૅશનલ લેવલ પર જવું જોઈએ : રણવીર

Published: 12th November, 2014 05:03 IST

રણવીર સિંહ પોતાની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ પર એ હદે ફિદા છે કે તેનામાં હવે તેને એક ઇન્ટરનૅશનલ સ્ટાર દેખાય છે.

તે કહે છે, ‘મારા મતે દીપિકા બૉલીવુડની સૌથી સારી અભિનેત્રી છે. હું તેની ઍક્ટિંગ-સ્કિલ ‘લવ આજ કલ’ અને ‘લફંગે પરિંદે’ રિલીઝ થઈ ત્યારથી જોતો આવ્યો છું. જોકે તેની આ ફિલ્મોને લોકોએ જોઈએ એટલી પસંદ નહોતી કરી, પણ ‘બ્રેક કે બાદ’ અને ‘કૉકટેલ’ જેવી ફિલ્મો કરીને તેણે ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ કમાવી લીધું હતું. તમે દીપિકાની ફિલ્મો જોશો તો તમને એમાં દીપિકાનો આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ જરૂર જોવા મળશે અને ‘ફાઇન્ડિંગ ફૅની’ એમાંની એક છે. મારા ખ્યાલથી હવે તેણે હૉલીવુડના વુડી એલન જેવા લોકો સાથે ઇન્ટરનૅશનલ લેવલ પર કામ કરવું જોઈએ. હું ઘણો ભાગ્યશાળી છું કે મને આવી સ્ટ્રૉન્ગ કો-ઍPર મળી છે જેને કારણે મારો લુક પણ બદલાયો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK